સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ભાવનગરમાં બે ઓફીસમાં આગ લાગી

૩પ વિજ મીટરો પણ ઝપટમાં: મોટુ નુકશાન

ભાવનગર, તા., ૪: ભાવનગર શહેરના માધવ દર્શન કોમ્પલેક્ષમાં બે ઓફીસમાં આગ ભભુકી ઉઠતા બન્ને ઓફીસમાં રહેલ સઘન સામગ્રી સહીત ઓફીસ સળગી જવા પામી હતી.

વિગતો મુજબ શહેરના વાઘાવાડી રોડ ઉપર માધવ દર્શન કોમ્પલેક્ષમાં પહેલા માળે દુકાન નં. ૨૬૧ અને ૧૬૨માં આલગ લાગતા ફાયર બ્રિગેડનો સ્ટાફ બે ટેન્કર સાથે દોડી ગયેલ અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના બનાવથી સુનીલભાઇ હરેશભાઇ ધાનકની દુકાન નં. ૧૬૧  કોટગેક સિકયુરીટીમા લાઇટ, એસી, સહીતનતા વીજ ઉપકરણો અને કોમ્પ્યુટર સિસ્ટમ  સળગી ભસ્મીભુત થયેલ અને કોમપ્યુ઼ટર સીસ્ટમ સળગી ભસ્મીભુત થયેલ જયારે ભૌતીકભાઇ દુદાણીની દુકાન નં. ૧૬ર ઇસાન નેટઓલ પ્રા.લી. માં ઇન્ટરનેટનાં સર્વર-મસ્ક સહીત અન્ય સામગ્રી બળી ગઇ હતી. આ ઉપરાંત આ કોમ્પલેક્ષમાં ૩પ જેટલા લાઇટના મીટરો પણ આગની ઝપટમાં આવી ગયા હતા. આગથી મોટુ નુકશાન થવા પામ્યું છે. 

(11:43 am IST)