સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

વાંકાનેર શ્રી રાજગુરૂ નાગાબાવાની જગ્યામાં સદાવ્રતનો પ્રારંભ

વાંકાનેરઃ જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી શ્રી રાજ ગૂરૂ નાગાબાવાની સિદ્ઘ જગ્યામાં શ્રી નાગાબાવાની અસીમ કૃપાથી હાલના મહંતશ્રી જગદીશગીરીબાપૂએ આ પૌરાણિક જગ્યામાં ગઈકાલે સાધુ, સંતોના રૂડા આશીર્વાદથી અને સેવકગણના સાથ સહકારથી દરરોજ બપોરે સાધુ , સંતો માટે 'સદાવ્રત , હરિહર , મહા પ્રસાદ' ચાલુ કરેલ છે. આ રૂડા અવસરે મહંતશ્રી છબીલદાસજી મહારાજ , રઘુનાથજી મંદિર, વાંકાનેર, મહંતશ્રી ભાવેસ્વરીબેન, શ્રી રામધન આશ્રમ, મોરબી, અશ્વિનભાઇ રાવલ, શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર, શ્રી શાહબાવાની જગ્યાના દાવુદાશાહબાપૂ, વાંકાનેર, શ્રી વિશાલભાઈ પટેલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતી, વાંકાનેર, મહંતશ્રી મગનીરામબાપૂ, મેસરીયા, મહંતશ્રી જગદીશગીરીબાપૂ, નાગાબાવાની જગ્યા, વાંકાનેર હેમતગીરીબાપૂ, નાગાબાવાની જગ્યા, વાંકાનેર તેમજ અનેક જગ્યાના સંતો આ પ્રંસગે ઉપસ્થિત રહયા હતા અને કોમી એકતાનું પ્રતિક એવા શાહબાવાની જગ્યાના મહંત હાજર રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી રઘુનાથજી મંદિરના પૂજય શ્રી સેવાદાસબાપૂ એ કરેલ હતું તેમજ આ પ્રસંગે વાંકાનેરના મહારાણા રાજ સાહેબ  કેસરીદેવસિંહજીબાપૂ , રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક, જેન્તીભાઇ ધરોડીયાં, મયુરસિંહ ઝાલા, તેમજ વિવિધ જ્ઞાતિના અગ્રણીયો હાજર રહયા હતા, આ પ્રસંગે શ્રી રામધન આશ્રમ, મોરબીના મહંત શ્રી ભાવેશ્વરીબેને જણાવ્યું કે આ સિદ્ઘ ભૂમિમાં શ્રી નાગાબાવાએ ખુબ જ સાધના ભજન કરેલ છે અને આ તપોભૂમિમાં આજથી સદાવ્રત શરૂ થઈ રહયુ છે એ અતિ આનંદની વાત છે. ગાયત્રી મંદિરના અશ્વિનભાઇ રાવલશ્રીએ જણાવેલ કે આ નાગાબાવાની જગ્યાનો અનોખો મહિમા છે. વાંકાનેર માં ત્રણ સંતનું મિલન હતું એક શ્રી નાગાબાવા, એક શાહબાવા અને શ્રી વનમાળીદાસજી, શ્રી નાગાબાવાની સવા ત્રણસોં વર્ષ પુરાણી જગ્યા છે અને શ્રી નાગાબાવાએ આ જગ્યામાં જીવતા સમાધિ લીધેલ છે આજે પણ સંતશ્રી નાગાબાવાની અંખડ ધૂણી ૩૦૦ વર્ષથી અખંડ પ્રગટે છે. ત્યારબાદ સહુ સંતો, મહંતોએ ભંડારાનો મહાપ્રસાદ લીધેલ હતો તેમજ ઉપસ્થિત સહુ ભાવિક ભકતજનોએ પણ મહા પ્રસાદ લીધેલ હતો. છેલ્લેશ્રી રઘુનાથજી મંદિરના શ્રી રેવાદાસજીબાપૂએ કહેલ આજથી આ સદાવ્રતમાં કોઈને તીથીનો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય, સારા પ્રસંગોમાં આપ અહીંયા આપનું નામ લખાવી અને આ સેવાયજ્ઞમાં આ સદાવ્રતમાં સાધુ સંતો જમશે. સહુ સાથ સહકાર આપજો આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી સેવાદાસબાપૂએ કરેલ હતું તેમજ કાર્યકમના અંતમાં આભારવિધિ મહંતશ્રી જગદીશગીરીબાપૂ એ કરેલ હતી. 'સદાવ્રતનો પ્રારંભ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતો.

(11:43 am IST)