સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ઉનામાં ચોરાઉ હોન્ડા સાથે યુવાન ઝડપાયો

ઉના, તા. ૪ :. પોલીસે શંકાસ્પદ હોન્ડા ચાલક મનોજ ઝીણાભાઈ સોલંકી (ઉ.વ. ૨૭)ની પૂછપરછ કરતા તેમણે પોતાની પાસે રહેલ સ્પ્લેન્ડર હોન્ડા જીજે ૧૧ એનએન ૬૯૦૮ બજારમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા તેમની પોલીસે અટક કરીને કાર્યવાહી કરી છે.

પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર જૂનાગઢ રેન્જ જૂનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ગીર સોમનાથ તથા મદદનીશ પો. અધિક્ષક ઓમપ્રકાશ જાટ વેરાવળ વિભાગ, વેરાવળઓના માર્ગદર્શન હેઠળ પો. ઈન્સ. વી.એમ. ચૌધરીની સૂચના મુજબ પો. સબ ઈન્સ. એચ.વી. ચુડાસમા તથા એએસઆઈ ડી.એલ. ચાવડા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ તથા પો. કોન્સ. કૌશિકસિંહ અરશીભાઈ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોર્ટ વિસ્તારમાં પહોંચતા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ હરાજભાઈને બાતમી મળેલ કે ઉના ટાઉનમાં મચ્છુન્દ્રી નદીના પટમાં એક ઈસમ ચોરીનું મો.સા. લઈ ઉભો છે. બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ જઈ આ ઈસમની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ મનોજ જીણાભાઈ સોલંકી દે.પૂ. (ઉ.વ. ૨૭) રહે. ઉના દુધેશ્વરપરાવાળો હોવાનું જણાવેલ, પોતાની પાસે રહેલ મોટર સાયકલ જીજે ૧૧ એનએન ૬૯૦૮નું હોન્ડા સ્પ્લેન્ડરના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ તેમજ પૂછપરછ કરતા આ મો.સા. ઉનામાંથી ખાઈબજાર માંડલીયા ચા ભંડાર પાસેથી ચોરી કરેલનું જણાવતો હોય આરોપી તથા ચોરી મુદ્દામાલ પકડી ઉના પો.સ્ટે. કલમ ૩૭૯ મુજબના કામે ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

(11:45 am IST)