સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ગોંડલમાં પ્રેમ સંબંધ મામલે થયેલ બઘડાટીમાં રર શખ્સો અને સામાપક્ષે ૩ શખ્સો સામે ગુન્હો નોંધાયો

કેબીને બેઠેલા રાહુલ અને કેતન ઉપર હુમલો કર્યા બાદ ઘરમાં ઘુસી પરિવારના અન્ય સભ્યોને પણ મારમાર્યો

રાજકોટ તા. ૪ : ગોંડલના ગોકુલીયાપરામાં પ્રેમસંબંધ મામલે થયેલ બઘડાટીમાં રર શખ્સો અને સામા પક્ષે ૩ શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ ગોંડલ ગોકુલીયાપરા ઉમવાડા રોડ ઉપર રહેતા રાહુલ ભીમાભાઇ ડાંગર ભરવાડ (ઉ.રર) એ આરોપી દિવ્યેશ બાબુ ગોલતર, સાગર વજા, ગોલતર, કાળુ ભીખા ગોલતર, વજા દેવા ગોલતર, લક્ષ્મણ ઉર્ફે લીકા વજા ગોલતર, રાજુ વજા ગોલતર, મોમ ગોગન ગોલતર, જયેશ મોમ ગોલતર, પ્રીયક બાબુ ગોલતર, બાબુ ભીખા ગોલતર, ગોબર ખેગાર ગોલતર, હરી પેથા ગોલતર, પુન ગોગન ગોલતર, ગોગન ગોલતર, દિનેશ એમ.ગોલતર, અશોક રામા ગોલતર, બાબુ થોભણ ગોલતર, મુન્ના વિઘા ગોલતર, હિરા વિધા ગોલતર, સંજય મોમ ગોલતર, ગોવિંદ ભીખા ગોલતર, તથા કાળુ ઘેલા ગોલતર, ગોકુલીયાપરા ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના કાકાની પુત્રી સામે આરોપી સંજય મોમ ગોલતરને પ્રેમ સંબંધ હોય જે બાબતે બન્ને પરિવાર વચ્ચે બોલાચાલી થયેલ તેમજ બેદિ' અગાઉ ફરીયાદીના કાકાને આરોપી વજા દેવા ગોલતકર, સાથે નીરણની ગાંસડી પડી જતા ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી ઉકત આરોપીઓને લાકડી, લોખંડના પાઇપ તથા ધારીયા જેવા હથિયરો ધારણ કરી ગેરકાયદે મંડળી રચી ફરીયાદી તથા સાહેદ કેતન પોતાની કેબીને બેઠા હોય ત્યાં જઇ હુમલો કરી મારમારી સાહેદ કેતનના બન્ને પગમાં ફેકચર જેવી ઇજા કરી હતી.બાદમાં આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઇ સાહેદ વીરબેન સામે ઝપાઝપી કરી નિર્લજન હુમલો કરી ઢીકાપાટનો માર મારેલ તેમજ સાહેદ ભીમાભાઇ, મણીબેન, અજય ઉર્ફે સંજય, મધુબેન, ધુનાબેન, રઘા ધુસા તથા બાલુ કાળુભાઇ ઉપર લાકડી અને પાઇપથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ ઘર ઉપર છુટી ઇંટોના ઘા કર્યા હતા.

આ ફરીયાદ અન્યે ગોંડલ પોલીસે રર શખ્સો સામેગુન્હો દાખલ કર્યો હતો.

સામા પક્ષે રાજુ વજાભાઇ ગોલતર રે. ગોકુળીયાપરાએ આરોપી મુના ભુસાભાઇ ડાંગર, રઘા ધુસાભાઇ તથા ભીમભાઇ ધુસાભાઇ ડાંગર રે. ગોકુળીયાપરા ગોંડલ સામે ફરીયાદ નોંધાવી છે ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી મુનાભાઇના ભત્રીજા રાહુલની કેબીને માથાકુટ ચાલતી હોય ત્યાંથી આરોપીઓ પોતાના ઘરે જાય છે જેથી જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી છુટા પથ્થરનો ઘા મારતા ફરીયાદને માથામાં ઇજા થઇ હતી.

બન્ને ફરીયાદો અંગે પી.એસ.આઇ. વી.કે. ગોલવેકર તથા હેડ કો. પી.એન. અગ્રાવતે તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)