સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

મોરબીમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે જાહેર માર્ગો પર માંસાહારનું વેચાણ અટકાવવા માંગ

શોભાયાત્રા કાઢવા પરવાનગી આપવા માંગણી કરાઈ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ટીમ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

મોરબી :  વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ટીમ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પવિત્ર શ્રાવણ માસમાં જાહેર માર્ગો પર માંસાહાર પર પ્રતિબંધ લગાવવા તેમજ જન્માષ્ટમી શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવા માંગ કરવામાં આવી છે

મોરબી વિશ્વ હિંદુ પરિસદ અને બજરંગ દળ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે ત્યારે પવિત્ર માસમાં હિંદુ સમાજના દરેક લોકોએ પૂજાપાઠ અને આરાધના કરતા હોય છે જે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિન્સું સમાજની આસ્થા જોડાયેલ હોય જેથી જાહેર સ્થળો પર માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય તેના પર એક માસ માટે પ્રતિબંધ લગાવવા માંગ કરી છે
તે ઉપરાંત શોભાયાત્રા કાઢવા અંગે આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે દર વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે પરંતુ કોરોના કાળમાં ગત વર્ષે શોભાયાત્રા યોજાઈ ના હતી હાલ મોરબી શહેરમાં કોરોના કેસ ના હોવાથી વિશ્વ હિંદુ પરિષદને જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા કાઢવા માટેની મંજુરી આપવા માટે માંગ કરવામાં આવી છે જેમાં સરકારના કોવીડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાશે તેમ જણાવ્યું છે

(9:29 pm IST)