સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ટંકારાથી ટોળ ગામ સુધીના રોડને ડામરથી મઢવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

તાલુકા મથકને ટોળ ગામ સાથે જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં :અકસ્માતનો ભય અને વાહનોને નુકશાન થતું હોવાની રજૂઆત

ટંકારા તાલુકાના ટોળ ગામથી ટંકારા સુધીના રોડની હાલત બિસ્માર હોય જે રોડ ડામરથી મઢવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

 ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારા તાલુકા મથકને ટોળ ગામ સાથે જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે જે રોડને ડામર સર્ફેસ થયાને ઘણો સમય વીતી ચુક્યો છે રોડ હાલ ચાલવાલાયક પણ નથી રોડ બિસ્માર હોવાથી અકસ્માતો વધી રહ્યા છે અને વાહનોને પણ નુકશાન થાય છે સગર્ભા સ્ત્રીને હોસ્પિટલ લઇ જવાતી વેળાએ રસ્તામાં જ પ્રસૃતિ થઇ જાય તેવો રોડ છે જેથી તાત્કાલિક ડામરથી મઢવા સંબંધિત વિભાગને આદેશ કરવામાં આવે અને જલ્દી કામ શરુ થાય તેવી માંગ કરી છે

(9:35 pm IST)