સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

ધોરાજીમાં એક જ દિ' માં ૩૨ કેસ : કુલ કેસ ૫૨૧

કોરોના પોઝીટીવ હોમ આઇસોલેશન કરાયેલા દર્દીઓની તંત્ર દ્વારા ૫ ટીમો બનાવીને આકસ્મીક ચેકીંગ ઝુંબેશ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૪:ધોરાજીમાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે અને સરકારી બાબુઓ માત્ર કાગળો પર કોરોનાનો સર્વે કરી રહ્યા છે.

ધોરાજીમાં એક જ દિવસમાં ૩૨ કરોના પોઝિટિવ કેસ નો વિસ્ફોટ અને એકનું મોત થતા કોરોના પોઝિટિવ પાંચ સદી (૫૨૧)પાર કરી ચૂકયો છે.

કોરોના પોઝિટિવના ૫૨૧ કેસ ગુરુવાર સુધીમાં નોંધાઈ ચુકયા છે અને ૨૭ના મોત થયા છે પરંતુ આવી ગંભીર ઘટના હોવા છતાં પણ સરકારી બાબુઓ પોતાની એસી ચેમ્બર છોડતા નથી માત્ર કાગળો પર સર્વે કરી રહ્યા હોય તે પ્રકારનું ધોરાજીમાં જાહેરમાં ચર્ચામાં સાંભળવા મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ હોય તો તે વસ્તીની દ્રષ્ટિએ ધોરાજીમાં છે છતાં પણ જિલ્લા કલેકટર આરોગ્ય વિભાગ શા માટે ધોરાજી માટે પગલા લેતા નથી અથવા તો ધોરાજીમાં અદ્યતન સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ શા માટે કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવતું નથી તે પણ શહેર માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે...?

ગંભીર બાબત એ છે કે ધોરાજીનો બ્લોક હેલ્થ ઓફિસ આરોગ્ય વિભાગ કોરોના પોઝિટિવના આંકડા છુપાવી રહી છે પ્રજાને કે મીડિયાને સાચી માહિતી આપતા નથી તે પણ મોટો સવાલ ઉભો થયો છે.

જો ખરેખર કરોના પોઝિટિવની સાચી માહિતી પ્રજા સુધી આપવામાં આવે તો લોકો જાગૃત બને અને ખરા અર્થમાં કોરોનાનો જે પ્રકારનું સંક્રમણ વધી રહ્યું છે તે પણ ઓછું થાય તેવી પૂરી સંભાવના છે પરંતુ આરોગ્ય અધિકારીની મેલી મુરાદને કારણે આ પ્રકારનો કરાતું નથી માત્ર કાગળ ઉપર જ કામ કરતા હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે...?

૮૦ હજારની વસ્તી ધરાવતા ધોરાજીમાં ૫૨૧ કોરોના પોઝિટિવના કેસ નોંધાઈ ચૂકયા છે અને ૨૭ લોકોના મોત થયા છે છતાં પણ આરોગ્ય વિભાગ અને સરકારી બાબુ ઘોર નિંદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે આ બાબતે સરકાર જાગૃત બને અને ધોરાજીના હિતમાં પગલાં ભરે તે બાબતે પણ પ્રજાની માગણી ઉઠી છે.

ગઇ કાલે નવા પોઝીટીવ કેસ આવ્યા તેમાં ૪૬ વર્ષિય યુવક સંજય નગર, ૬૮ વર્ષિય વુદ્ઘા હિરપરા વાડી, ૫૬ વર્ષિય મહીલાઙ્ગ હિરપરા વાડી, ૪૦ વર્ષિય મહીલા જમનાવડ રોડ,  ૬૮ વર્ષિય વુદ્ઘા આનંદનગર,૪૨ વર્ષિય મહીલા જૂનાગઢ રોડ, ૫૯ વર્ષિય પુરુષ અવંતિકા એપાર્ટમેન્ટ,૪૯ વર્ષિય મહીલા હિરપરા વાડીઙ્ગ, ૬૨ વર્ષિય વુદ્ઘ જૂનાગઢ રોડ, ૨૬ વર્ષિય યુવક બસસ્ટેન્ડ પાસ, ૭૫ વર્ષિય વુદ્ઘ તેજાબાપાની જગ્યા પાસે, ૫૩ વર્ષિય પુરુષ હવેલી પાસે જમનાવડ રોડ, ૬૩ વર્ષિય વુદ્ઘા શિવાંગી એપાર્ટમેન્ટ, ૪૮ વર્ષિય મહીલા કુંભારવાડા ભૂખી રોડ, ૫૪ વર્ષિય પુરુષ ખરાવડ પ્લોટ,  ૭૦ વર્ષિય વુદ્ઘ ખરાવડ પ્લોટ, ૪૮ વર્ષિય મહીલા જમનાવડ રોડ,  ૭૫ વર્ષિય વુદ્ઘા મોટી વાવડી,  ૪૫ વર્ષિય પુરુષ કે ઓ શાહ કોલેજ પાસે,  ૬૫ વર્ષિય વુદ્ઘા શ્રીનાથજી સોસાયટી, ૩૦ વર્ષિય પુરુષ શ્રીનાથજી સોસાયટી, ૫૨ વર્ષિય પુરુષ કુંભારવાડા, ૩૫ વર્ષિય યુવક ભાડેર , ૭૦ વર્ષિય વુદ્ઘ ખરાવડ પ્લોટ,  ૪૬ વર્ષિય પુરુષ વૈષ્ણવ વાડી જમનાવડ રોડ, ૬૦ વર્ષિય વુદ્ઘા ભોળાઙ્ગ

ધોરાજીમાં ગુરૂવાર રાત સુધી માં ૩૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૫૨૧કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે..અને ધોરાજીમાં અત્યાર સુધીમાં કોરોના ને કારણે ૨૭ લોકો મૃત્યુ પામેલ છે.

ધોરાજીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જે અકિલા અખબારી અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

ધોરાજીમાં કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દદી ઓની તંત્ર દ્વારા પાંચ ટીમો બનાવી આકસ્મીક ચેકીંગ ઝૂંબેશ હાથ ધરાઈ છે.

ધોરાજીમાં કોરોના પોઝીટીવ કેસોનૂ સંકમણ વધતાં તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસોનું સંકમણ અટકાવવા માટે કવાયત આરંભી છે ધોરાજીના નાયબ કલેકટર જી વી મીયાણી,મામલતદાર કે ટી જોલાપરાએ ધોરાજી શહેર તાલુકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દદીઓની દેખરેખ માટે આકસ્મીક ચેકીંગ ઝૂબેશ પાંચ ટીમો મારફતે કરાઈ છે.

આ અંગે ધોરાજીના મામલતદાર કે.ટી જોલપરા એ જણાવ્યું હતું કે ધોરાજીમાં કોરોના પોઝીટીવ કેસોનૂ સંકમણ વધતાં અટકાવવા માટે કામગીરી કરાઈ રહી છે ધોરાજી શહેર મા કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા ૧૦૦ જેટલા દદીઓ સરકારની કોવીડ અંગેની ગાઇડલાઇન્સનું પાલન કરે છે કે કેમ તે અંગે આકસ્મીક ચેકીંગ ઝૂબેશ હાથ ધરાઈ હતી આ ઝૂંબેશ માંઙ્ગ નાયબ મામલતદાર,રેવન્યૂ તલાટી,નગરપાલિકા ના કમચારીની સંયુકત પાંચ ટીમો બનાવી હતી આ ટીમો એ ડોરટૂ ડોર કોરોના પોઝીટીવ હોમ આઈશોલેશન કરાયેલા દર્દીઓના નિવાસ સ્થાન ની મૂલાકાત લઈને તપાસ કરાઈ હતી ધોરાજીમાં હોમ આઈશોલેશન કરાયેલા દદીઓ દ્વારા સરકારની કોવીડ અંગેની ગાઇડલાઇન્સનું પાલન કરવામા આવેલ છે.

(11:25 am IST)