સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

બગસરા પંથકમાં મફત અનાજ વેચવાનું કૌભાંડ

બગસરા,તા. ૪:રાજય સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બગસરા પંથકમાં પણ લોકો દ્વારા વહેંચી નાખવામાં આવતું હોવાના બનાવો સામે આવ્યા છે જેમાં રોકડ રકમ અથવા પ્લાસ્ટિક ની વસ્તુ મેળવી અનાજ આપી દેવામાં આવે છે.

સરકાર દ્વારા લોકોને વિતરણ કરવામાં આવતું મફત અનાજ અને ઈસમો દ્વારા વહેંચી નાખવામાં આવતું હોવાના બનાવો અલગ-અલગ વિસ્તારોમાં બની રહ્યા છે ત્યારે બગસરા પંથકમાં પણ આવી રીતે સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ લોકો વેચી દેતા હોવાનું બહાર આવ્યું છે જેમાં બગસરા શહેરમાં એક છોટા હાથી વાહન દ્વારા શેરીએ શેરીએ જાહેરમાં મફત અનાજ અને બદલામાં રોકડ રકમની જાહેરાત કરી અનાજ ખરીદી લેવામાં આવે છે જયારે ગ્રામ્ય પંથકમાં આના બદલામાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપવામાં આવે છે જેમાં બુધવારે સુડાવડ ગામે સવારના સમયે એક રિક્ષામાં પ્લાસ્ટિકની વસ્તુ લઈને નીકળેલા ઈસમ દ્વારા મફત અનાજના બદલામાં પ્લાસ્ટિકની વસ્તુઓ આપવામાં આવી રહી હતી. આમ સરકાર દ્વારાઙ્ગ મફત મા આપવામાં આવેલા અનાજ નો અનેક લોકો દ્વારા ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લોટ કોભાંડ પ્રકારનું જ મફત અનાજ અંગે મોટું કૌભાંડ બગસરા પંથકમાં થી પકડાઈ તો નવાઈ નહીં.

(11:28 am IST)