સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

મોરબી માળિયાની મીઠા ઉત્પાદનની જમીન ઉપર પેશકદમી : માછીમારી અને ખેતીને નુકશાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૪ :  મોરબી જીલ્લા પંચાયત પ્રમુખે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૭ માં અતિવૃષ્ટિને પગલે મચ્છુ ૨ ડેમમાંથી પાણી છોડેલ અને બનાસનદીના પાણી આવવાથી માળિયાના ગામો જેવા કે હંજીયાસર, ખીરઈ, ચીખલી, વેણાસર, સહિતના ગામોમાં નુકશાન થયેલ અને તાજેતરમાં તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ ના અને તા. ૩૦ ના પડેલા ભારે વરસાદથી મચ્છુ ડેમમાંથી પાણી છોડતા ફરીથી નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

આ કુદરતી આફતો છે પરંતુ રૂબરૂ મુલાકાત દ્વારા પુરની સ્થિતિનું કારણ કુદરતી નહિ પરંતુ માનવસર્જિત હોવાનું જાણવા મળ્યું હતું ગેરકાયદેસર મીઠું પકવવા માટે વગર મંજુરીએ મોટા બંધ પાળાઓનું બાંધકામ કરીને દરિયાના પાણીની કુદરતી અવરજવર અટકાવી વરસાદી પાણીના નિકાલને દરિયામાં જતું અટકાવીને હોનારતનું સર્જન કરવામાં આવે છે ગેરકાયદેસર બંધ પાળાથી વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગ મૃત પાય થયેલ છે ભવિષ્યમાં અતિવૃષ્ટિ તેમજ નદી ડેમ પુરએ બધી કુદરતી આફતો આવશે અને મત્સ્ય ઉદ્યોગ તથા ખેતી ઉદ્યોગને નુકશાની થશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને જરૂર જણાયે ન્યાય મેળવવા કાનૂની રાહે આગળ વધવું પડશે જેથી આ વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર કબજો કરેલ જમીન પર બંધ પાળા બાંધેલ હોય તે જમીનને ખુલ્લી કરાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રજૂઆત સાથે કરી છે.

ખેતીમાં થયેલ નુકશાની સર્વે કરવાની મુદ્દત વધારવા માંગ

 મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ જીલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાની અંગેનો સર્વે કરવા ટીમની રચના કરવામા આવી છ.

ે આ સર્વે ટીમ બાબતે મોરબી તાલુકા સહીત સમગ્ર જીલ્લામાં ખેડૂતો દ્વારા પ્રશ્નો મળ્યા છે જેમાં હાલ ખેતરોમાં પાણી ભરેલ હોવાથી સર્વે ટીમના અધિકારીઓ અને સરપંચ ખેતર સુધી પહોંચી સકતા નથી એક સર્વે ટીમને ૭-૮ ગામો આપેલ છે એ પ્રમાણે ૬૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી સર્વે નંબર એક ટીમ ૧૦ દિવસમાં કેવી રીતે સર્વે કરી સકે ? સર્વે ટીમમાં સામેલ અધિકારીઓને ચોક્કસ જ્ઞાન સાથે ગાઈડલાઈન નથી જે પ્રશ્નોના નિરાકરણ માટે સર્વેની મુદત વધારવી અને ટીમમાં અધિકારીની સંખ્યા વધારવી, જરૂરી ટ્રેનીંગ આપવાની માંગ રજૂઆત સાથે કરી છેે.

શ્રધ્ધાંજલી સેવાયજ્ઞ

શ્રી રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શ્રદ્ઘાંજલિ સેવા શરુ કરવામાં આવી છે જેમાં સ્વર્ગવાસ થયે ક્રિયાકર્મ બાદ દ્યરે પરત આવે ત્યારે વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવશે જે સેવા હાલ માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, કારિયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ભગવતીપરામાં વસતા સતવારા જ્ઞાતિજનો પુરતી મર્યાદિત છે અને આગામી દિવસોમાં અન્ય જ્ઞાતિ અને વિસ્તાર આવરી લેવાશે

શ્રી રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ માધાપર મોરબીના અગ્રણી ધર્મેન્દ્રભાઈ કણઝારીયા મો ૯૧૭૩૧ ૬૪૫૩૧ અને ટ્રસ્ટ ઓફીસ મો ૯૦૮૧૭ ૨૯૧૦૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

ફેરિયાઓને વર્કીંગ કેપીટલ લોન માટે આધારકાર્ડ અપડેટ

નગરપાલિકા વિસ્તારમાં ફેરી કરતા, પાથરણા પાથરી બેસતા અને લારી મારફત ફેરી કરતા ફેરિયાઓ કે જેઓ સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભર નિધિ યોજના અંતર્ગત બેંક મારફત રૂ.૧૦,૦૦૦/- ની વર્કિંગ કેપિટલ લોન લેવા માંગતા હોય પણ આધારકાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ ન હોવાના કારણે પોર્ટલ પર ફોર્મ ભરી શકાયું ન હોય તો તેવા તમામ ફેરિયાઓને અધારકાર્ડ અપડેટ કરાવી આપવાની કામગીરી મામલતદાર કચેરી લાલબાગ મોરબી ખાતે ચાલુ કરવામાં આવેલ છે જે અંગે આધાર અપડેટ કરાવવા માંગતા ફેરિયાઓએ નગરપાલિકાની ખારાકુવા શેરી, ડો.ચાત્રોલાના જુના દવાખાના સામે આવેલ સહયોગ કોમ્પ્લેકસમાં આવેલ એન.યુ.એલ.એમ. વિભાગની ઓફીસમાં પોતાનું નામ લખાવી ત્યારબાદ આપવામાં આવેલ સમય પ્રમાણે મામલતદાર કચેરીમાં જઈ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે અને આધાર અપડેટ થયા બાદ લોન ફોર્મ ભરાવવાનુંઙ્ગ રહેશે. જેની તમામ ફેરિયાઓએ નોંધ લેવા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની યાદીમાં જણાવ્યુ છે.

જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક અંગે કલેકટરને પત્ર

મોરબી જીલ્લા પં. પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાએ કલેકટરને પત્ર લખી જણાવેલ છે કે, કોરોના મહામારીને છ માસ જેટલો સમય થવા આવ્યો અને જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક બોલાવાઇ નથી જૂથ ૨૦૨૦થી અનલોકની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને ૩ માસનો સમય વિતી ગયો છે.

ઓગષ્ટ માસમાં જીલ્લામાં સર્વત્ર ભારે વરસાદથી પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાના કારણે પ્રજાના એક પ્રતિનિધિ તરીકે જાહેર જનતાની સામે જવાબદારીભર્યુ વલણ દાખવી શકાય તે માટે કોવીડ ૧૯ની ગાઇડ લાઇન જેવી કે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા સાથે પદાધિકારીઓને સાથે રાખીને જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક બોલાવાય તેવી માંગ રજૂઆતમાં કરી છે.

(11:40 am IST)