સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

લોધીકા-રીબડા રોડની બંને સાઇડે ઠેર ઠેર ગાંડા બાવળના ઝૂંડથી સતત અકસ્માતનો ભય

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૪ : લોધીકા-રીબડા સ્ટેટ હાઇવેની બંને સાઇડે ઠેર-ઠેર ગાંડા બાવળના ઝૂંડને લઇ સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરવા રજુઆત થયેલ છે

સાંગણવા પંચાયતના સદસ્ય આંબાભાઇ રાખૈયા તથા ધીરૂભાઇ શીંગાળાની રજુઆત મુજબ લોધીકા, રીબડા માર્ગ પર રાજકોટ-ગોંડલના વાહનોને આવવા જવા સતત ટ્રાફીક રહે છે. આ માર્ગ-પર નાના તેમજ મોટા વાહનો તથા એસટીની બસોની પણ અવર-જવર રહેછે. હાલમાં પડેલ ભારે વરસાદને પગલે રોડની બંને સાઇડે ઠેર-ઠેર ગાંડા બાવળના ઝૂંડની ડાળીયો રસ્તા સુધી વિસ્તરી ગયેલ છે જેથી બંને સાઇડે આવતા-જતા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને રસ્તાની ગોલાઇ પર વાહનો સામ-સામે આવી જાય ત્યારે ખબર પડે છે. જેથી સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે આ રસ્તાની બંને સાઇડ ફુટી નીકળેલા ઝૂંડના નિરાકરણ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવેલ છે.

(11:41 am IST)