સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

જામનગર-તારણા ગામે જુગાર રમતા ૧૫ શખ્સો રોકડ સાથે ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: જામનગર અને જોડિયાના તારણ ગામે જુગાર રમતા ૧૫ શખ્સોને રોકડ સાથે ઝડપી લેવાયા છે.

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જતીનભાઈ દેવદાનભાઈ ગોગરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૯–ર૦ર૦ના તારણા ગામે દેવીપૂજક વાસમાં માતાજી ના મંદિરની બાજુમાં આ કામના આરોપીઓ પ્રકાશભાઈ નરસીભાઈ અધારીયા, પ્રવિણભાઈ રામાભાઈ જાદવ, દિપકભાઈ ગોપાલભાઈ સોલંકી, મણીભાઈ કેસુભાઈ અધારીયા, કિશનભાઈ લાલજીભાઈ અધારીયા, રાજેશભાઈ પાલાભાઈ જાદવ, કિશનભાઈ પોપટભાઈ અધારીયા, જાલાભાઈ જીણાભાઈ અધારીયા, રે. જોડીયાવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જામનગર : સીટી બી પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના  એકડે એક બાપુની દરગાહ પાસે આ કામના આરોપીઓ વિનોદભાઈ દામજીભાઈ વિરમગામા, બશીરભાઈ ઉમરભાઈ સંઘાર, રમેશભાઈ છગનભાઈ ચારોલા, હિતેષભાઈ મગનભાઈ સવાસડીયા, કરશનભાઈ મોહનભાઈ સવાસડીયા, રમેશભાઈ મેરૂભાઈ સવાસડીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેશભાઈ કાથળભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૯–ર૦ર૦ના જોડીયા એસ.ટી.બસ સ્ટેન્ડમાં આ કામના આરોપી હિરાભાઈ નાગજીભાઈ ખાંટ, રે. જોડીયાવાળો પોતાના કબ્જાવાળા મોટરસાયકલમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલ નંગ–૪, જેની કિંમત રૂ.ર૦૦૦/– તેમજ એક સેમસંગ કંપની મોબાઈલ જેની િંકમત રૂ.૧૦૦૦/– તેમજ મોટરસાયકલ જેની કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂ.૧૩૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં આંકડા લખતો ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અખતરભાઈ હાજીભાઈ નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૯–ર૦ર૦ના લાલપુર પોસ્ટ ઓફીસ પાસે આરોપી ઓનઅલી રમજાનઅલી કાનાણી, રે. લાલપુરવાળો જાહેમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાઘેડી ગામે દુકાનના તાળા ફંફોળતો ઝડપાયો

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના નાઘેડી ગામ, અવધનગરીમાં આ કામનો આરોપી હાસમ ઉર્ફે સમીર પુંજાભાઈ દેશરાણી, રે. મસીતીયા વાડી વિસ્તારવાળો રાત્રીના લુપાતો છુપાતો દુકાનના તાળા ફંફોળતો તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં કોઈ મિલ્કત સંબંધી ગુનો કરવાના ઈરાદે  મળી આવેલ છે.

દરેડ ગામે દુકાનના તાળા ફંફોળતો ઝડપાયો

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુનિલભાઈ ગોરધનભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના મસીતીયા રોડ ઉપર દરેડ ગામે આલ્ફા સ્કુલ પાસે આ કામનો આરોપી ઉમર ઉર્ફે પુંજો જુમાભાઈ ખફી રે. મસીતીયા  ગામવાળો રાત્રીના લુપાતો છુપાતો દુકાનના તાળા ફંફોળતો તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં કોઈ મિલ્કત સંબંધી ગુનો કરવાના ઈરાદે  મળી આવેલ છે.

(12:54 pm IST)