જેતપુરના મોટા ગુંદાળામાં જુગાર રમતા ૮ શખ્સો અડધા લાખની રોકડ સાથે ઝડપાયા
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૪: જેતપુરના મોટા ગુંદાળામાં જુગાર રમતા ૮ શખ્સો અડધા લાખની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.
મોટા ગુંદાળા ગામે દરગાહ પાસે જુગાર અંગેની રેઇડ કરતા જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા હાજી ઇસ્માઇલ જુણેજા ફિરોજ ફારૂક બાવાજી , ઇમ્તીયાસ મહમદભાઇ ગરાણા, ઇમરાન સફીભાઇ જુનાણી, હબીબ સીદીભાઇ કાગડા, ઇકબાલ સીદીભાઇ ડબગર, લતીફ અબાસભાઇ ચખાલી, હરેશ નાનજીભાઇ મકવાણા (રહે. તમામ ધોરાજી અને જેતપુર)ને રોકડ રૂ. ૫૧,૫૦૦ કુલ મળી ૬૬,પર૦ના મુદામાલ સાથે ૮ શખ્સોને પકડી પાડયા હતા.
સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ પી.જે.બાટવાને બાતમી મળેલ કે મોટા ગુંદાળા ગામે ઘોડી પાસાનો જુગાર રમાતો હોય સ્ટાફના મુસ્તાકભાઇ ચૌહાણ નુરાભાઇ માત્રીવાડ દિનેશભાઇ ખાટરીયા, ઓમદેવસિંહ જાડેજા, રાજુભાઇ શામળા, વિપુલભાઇ મેટાળીયા, રાજુભાઇ મકવાણાને સાથે રાખી બાતમીના આધારે કાર્યવાહી કરાઇ હતી.