સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

ધોરાજીના ૯૩ વર્ષના વૃધ્ધ કોરોના સામે જંગ જીત્યા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૪ :.. રાખોલીયા ચોકમાં રહેતા ખેડૂત પુત્ર એવા જાગાભાઇ બેચરભાઇ રાખોલીયા ઉ.૯૩ તેમજ તેમના પુત્ર અરવિંદભાઇ રાખોલીયા ઉ.પ૯ અને તેમના પત્ની હર્ષાબેન રાખોલીયા ઉ.પ૮, પુત્ર જતીન ઉ.૩૮ અને બીજો પુત્ર મીતેશ ઉ.૩ર અને પરિવારના પુત્રવધુ કિર્તીબેન એમ કુલ પ જણાને કોરોના પોઝીટીવ આવેલ અને આખો પરિવાર હોમ કોરેનટાઇઝ  થયેલ પણ પરિવારના મોભી એવા જાગાભાઇ બેચરભાઇ રાખોલીયા ઉ.૯૩ ને પણ કોરોના પોઝીટીવ હતો.

જાગાભાઇ પોતે ઘરઘથું ઇલાજમાં આયુર્વેદિક ઉકાળા ગરમ હળદળ વાળુ દૂધ અને જે સરકારી ડોકટરોએ આપેલ દવાઓ અને નીયમોનું પાલન કરી ૯૩ વર્ષના દાદા જાગાભાઇ રાખોલીયા સાજા થતા અને બધા રીપોટો નોર્મલ આવતા પરીવારજનોએ જાગાભાઇ રાખોલીયાનું સન્માન કરેલ અને પરીવારના પુત્રોએ બુકે આપી સન્માનીત કરેલ.

વૃધ્ધ જાગાભાઇ રાખોલીયાએ જણાવેલ કે કોરોનાથી ડરવાની જરૂર નથી અને આયુર્વેદીક ઉકાળા અને ગરમ દૂધ અને ડોકટરની સલાહ મુજબ દવાઓથી દુ અને મારો પરિવાર સાજો થઇ ગયેલ છે. આ તકે જતીનભાઇ રાખોલીયાએ જણાવેલ કે અમારો પરીવાર કોરોનાથી પીડીત હતો અમોએ લોકડીસ્ટ અને મશ્ક અને સેનીટાઇઝર અને જે સરકારી મેડીકલ ટીમ દવા આપી ગયેલ એ દવાઓથી સાજા થઇ ગયેલ છે. આ તકે રાખોલીયા પરીવારે સરકારી હોસ્પીટલનો સ્ટાફ અને મેડીકલ ટીમનો આભાર માનેલ હતો.

(1:06 pm IST)