લોધીકા- રીબડા રોડના ડામરનું ધોવાણઃ ખાડામાં જ વૃક્ષો ઉગાડયા તંત્રને ઢંઢોળતું કોંગ્રેસઃ નવતર વિરોધ
રાજકોટઃ લોધીકાથી ગોંડલરોડને જોડતા લોધીકા, રીબડા ડામર રોડ વરસાદમાં સંપૂર્ણ ધોવાણ થઈ ગયેલ હોય ત્યારે લોધીકા કોંગ્રેસ સમીતી દ્વારા લોધીકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં લોધીકા રીબડા રોડ પર સાંગણવા ગામ પાસે રોડ પર પડેલ વિશાળકાય ખાડામાં વૃક્ષો વાવી વિરોધ કર્યો હતો.
રોડ પર વૃક્ષો વાવીને વિરોધ કરવાના કાર્યક્રમમાં લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા (મો.૯૮૨૪૯ ૯૦૯૯૯) પ્રદેશ ડેલીગેટ સુરેશભાઈ બથવાર, પ્રદેશમંત્રી ડી.પી. મકવાણા, જી્લ્લા પંચાયત સદસ્યો મેઘજીભાઈ સાકરીયા, સવજીભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્યો સંજયભાઈ સોજીત્રા, ગોવિંદભાઈ પરમાર, રસીકભાઈ ભુત, શૈલેષભાઈ નંદાસીયા, અજીતદાન ગઢવી, તેમજ મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઈ ખાપરા (સરપંચ દેવડા), રાજભા જાડેજા (સરપંચ પારડી), ધીરૂભાઈ પાંભર, ભીખભાઈ સાગઠીયા (ખીરસરા), મનસુખભાઈ વેકરીયા (માખાવડ), ડાયાભાઈ ઘેટીયા (કોઠા પીપડીયા), શીવાભાઈ પીપરીયા (મોટાવડા) મહેશભાઈ પટેલ (ચાંદલી), રાજુભાઈ સાગઠીયા, નરસીભાઈ પાંભર, સંદીપભાઈ કથીરીયા સહીતના આગેવાનો કાર્યક્રમમાં જોડાઈ અને રોડ પર પડેલા ખાડામાં વૃક્ષોનું રોપણ કરી સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવેલ હતો.