પુ. જેન્તીરામબાપા લંડનની યાત્રાએ કાલે દશેરા નિમિતે યોજાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
લેસ્ટર, વેલ્સમાં વિધ સ્થળોએ સત્સંગ સભા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ : ધુનડા સત પુરણધામ આશ્રમના સંત પુ. જેન્તીરામબાપા આજથી ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે લંડન જયા રવાના થયા હતા. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આજે બપોરે ૧ કલાકે પ્રસ્થાન કરી લંડન જવા રવાના થયા હતા. તેમની સાથે આ યાત્રામાં તેમના પુત્ર હિતેષભાઇ શીલુ જોડાયા હતા.
પુ. જેન્તીરામબાપા દ્વારા લંડનની આ આઠમી મુલાકાત દરમિયાન તેઓ આજે બપોરે ૧.૩૦ કલાકે બ્રિટીશ એરવેઝ દ્વરા લંડન રવાના થયેલ અને ત્યાંના સમય અનુસાર સાંજે ૬.રપ કલાકે ત્યાં પહોંચશે. જયાં રાજ રાજેશ્વર રાજેશજી ગુરૂજી તથા સેવકો દ્વારા ભાવભર્યુ સ્વાગત કરાશે અને તેઓ ગુરૂજીના હેરોસ્થિત સિધ્ધાશ્રમ ખાતે રોકાણ કરશે અને દશેરા નિમિતે આયોજીત ધર્મોત્સવમાં ઉપસ્થિત રહી આર્શિવચન આપશે. ત્રણ દિવસના રોકાણ બાદ લેસ્ટર વેલ્સ જવા રવાના થશે અને ત્યાંના વિવિધ સ્થળોએ પ્રવચન અને સત્સંગ સભા યોજી સૌને ગુરૂગમ જ્ઞાનદર્શન સત્સંગનો લાભ આપશે અને સનાતન ધર્મમાં પ્રચાર અને પ્રસાર કરશે.