સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

જુનાગઢમાં વરલી રમતા ત્રણ ઝડપાયા

જુનાગઢ : દોલતપરામાં આવેલ કિસ્‍મત પાન પાસે પીન્‍ટૂ કમલેશભાઇ કોળી વરલી મટકાના આંક ફરકનો જૂગાર રમી રમાડે છે. જે હકિકત આધારે તપાસ કરતા જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ઉભા હોય. એક ઇસમ બોલપેન વડે નોટબુકમાં આંકડા લખતો તથા બીજા બે ઇસમો પાસે અમુક ઇસમો કાંઇક લખાવતા જોવામાં આવતા વરલી મટકાનો જૂગાર રમી રમાડતા હોવાનું જણાતા આ ત્રણેય ઇસમોને પકડી લઇ અંગજડતીમાંથી રોકડા રૂા. ર૩,રપ૦, મો. ફો. નંગ-ર, કિ. રૂા. ર૦,૦૦૦ મળી કુલ રૂા. ૪૩,રપ૦ મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી પ્રતાપ ઉર્ફે પીન્‍ટુ કમલેશભાઇ મકવાણા ઉ.૩ર રહે. કસ્‍તુરબા કોલોની, દોલતપરા, મયુર ઉર્ફે ગની હરસુખભાઇ ફદલપરા ઉ.ર૦ રહે. રામદેપરા, દોલતપરા, રમેશભાઇ વીરજીભાઇ જેઠવા ઉ.૬૭ રહે. મધુરમ મુંડીયા સ્‍વીમીની વાડી પાસે ને ઝડપી લીધા હતાં. ક્રાઇમ બ્રાન્‍ચના પો. ઇ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. જે. જે. ગઢવી તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો. હેઙ કો. જયદીપભાઇ કનેરીયા તથા પો. કો. સાહિલભાઇ સમા, વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:58 pm IST)