સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

જુનાગઢના ખોડલધામ ટાઉનશીપમાં પ્રાચીન ગરબીની જમાવટ

જુનાગઢ : જોષીપરા ખલીલપુર રોડ પર આવેલ ખોડલધામ ટાઉનશીપ ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. જેમાં ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી અને તેમના પુત્ર મનોજભાઇ જોષી ઉપસ્‍થિત રહી બાળાઓને પ્રોત્‍સાહીત કરેલ. આ કાર્યને સફળ બનાવવા મહેન્‍દ્રભાઇ બોરીસાગર પ્રદિપભાઇ ગેડીયા રવિભાઇ ગોસાઇ પ્રતિકભાઇ ત્રિવેદી રાજભાઇ નિમ્‍બાર્ક વિપુલભાઇ ઠાકોર અને મહિલાઓ જહેમત ઉઠાવીરહયા હોવાનું ભાવેશ બોરીસાગરે જણાવ્‍યું હતુ. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:59 pm IST)