સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં જુનાગઢ પાલીકાએ મેરેથોન કુદ લગાવી

જુનાગઢ, તા., ૪: જૂનાગઢ મહનગરપાલિકાને વધુ એક ઉપલબ્‍ધી પ્રાપ્ત થયેલ છે, ગત સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો ૧૫૬ મો ક્રમ હતો, જે ક્રમ ચાલુ વર્ષે થયેલ સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં સુધારો થઈ અને હવે ૧૦૦ માં ક્રમે જૂનાગઢ મહાનગરપાલિકાએ લાંબી કુદ લગાવી છે, જેનું મુખ્‍ય કારણ સ્‍વચ્‍છતા કામગીરી, નિયમિતપણે સફાઈનું ચેકીંગ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સુકો ભીનો કચરો અલગથી એકઠો કરવો, સખી મંડળો દ્વારા સ્‍વચ્‍છતા કામગીરી, જુનાગઢના મુખ્‍ય રસ્‍તાઓ કે જેના પર દિવસ દરમ્‍યાન ખુબ ટ્રાફિક રહેતો હોય તેવા રસ્‍તાઓની દિવસે સફાઈ કરવી મુશ્‍કેલ થતી હોય તેવા રસ્‍તાઓને રાત્રી સફાઈ કામગીરીથી સ્‍વચ્‍છ કરવામાં આવે છે જે ખુબ જ સરાહનીય કામગીરી છે, સેગ્રીગેશન પધ્‍ધતી, આધુનિક ડંમ્‍પીંગ સ્‍ટેશનનું નિર્માણ જેવા નવા નવા આયામો ઉભા કરવા જેવી મહત્‍વની કામગીરી થકી જુનાગઢ મહાનગરપાલિકાનો સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં ક્રમે સુધારો થયેલ છે આ તકે મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર તથા પદાધિકારીશ્રીઓએ તેમજ સેનીટેશન સમિતિના ચેરમેન બ્રિજેશાબેન આર.ઘુઘલ દ્વારા જૂનાગઢની જનતાનો, જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી તન્ના, કર્મઠ સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને અભિનંદન પાઠવેલ. આગામી વર્ષમાં ૧ થી ૭૦ ક્રમની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા પ્રવેશશે તેવી આશા વ્‍યકત કરેલ છે.

(2:00 pm IST)