સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

ભાવનગરમાં ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ

 ભાવનગરઃ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. કોરોના સંક્રમણને નાથવાના પ્રયત્નો તમામ કક્ષાએથી થઈ રહ્યા છે. ગુજરાતની પ્રજાનો પણ મળી રહ્યો છે. લોકોની સુખાકારી માટે સતત નીર્ણયો કરતા રહેશું. ગુજરાતની જનતાની આશા, અપેક્ષા, સપનાઓ પુરા કરવા માટે કટિબદ્ઘ છીએ. GDCR માં પણ સુધારા કર્યા છે. દર વર્ષે ૧૦૦ ટીપી સ્કીમ મંજૂર કરવાની વ્યવસ્થાઓ કરી છે. કોરોના કાળમાં પણ ૧૦૦ ટીપી સ્કીમ મંજૂર કરવાનો રાજય સરકારનો નિર્ધાર છે. આ કાર્યક્રમમાં બધા મહાનગર ના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટાઉન કમિટી ચેરમેન અને અધિકારીઓ હાજર રહેલ જેમાં ભાવનગરના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:26 am IST)