સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

વઢવાણમાં તમંચા સાથે ઝડપાયો

 વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. વી.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એઆઇઆઇ ડાયાલાલ મગનભાઇ પટેલ તથા દાજીરાજસિંહ ડાયાભાઇ તથા રવિભાઇ રાણાભાઇ ભરવાડ હે.કો. મહીપતસિંહ હેમંતસિંહ મકવાણા તથા હરદેવસિંહ જીલુભા પરમાર, પી.સી. ગોપાલભાઇ પરમાર, સીટી બી-ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતાં દરમ્યાન હકીકત આધારે રવિન્દ્રસિંહ ઉર્ફે રવિ જોરૂભા ઝાલા ઉ.વ.ર૮ રહે. લક્ષ્મીપરા શેરી નં.૧, પ્રાથમિક શાળા નં.૧૬ની સામે સુરેન્દ્રનગર વાળાને ૮૦ ફુટ રોડ શાક માર્કેટ રંગીલા હનુમાન પાસે વઢવાણને એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.પ૦૦૦ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂદ્ધમાં સુરેન્દ્રનગર સીટી બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજી. કરાવી કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:25 am IST)