સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

અમરેલીમાં લક્ષ્મી ડાયમંડ મુંબઇ તરફથી શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ

ડીરેકટર શ્રીમતી સરોજબેન અશોકભાઇ ગજેરાએ શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પિટલની મુલાકાત લઇને દર્દીની વધારાના સુવિધા અર્થે સિવિલમાં એમ્બ્યુલન્સ માટે બે એમ્યુલન્સ માટે આશરે ૨૫ લાખના અનુદાનની જાહેરાત : વસંતભાઇ ગજેરા દ્વારા આરંભાયેલા આરોગ્ય સેવાયજ્ઞમાં બે એમ્બ્યુલન્સની સુવિધા આપીશુ - અશોક ગજેરા - લક્ષ્મી ડાયમંડ - મુંબઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪ : અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ, કેળવણીકાર, વતનના રતન વસંતભાઇ ગજેરા સંચાલીત શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલની મુંબઇની આંતરરાષ્ટ્રીય હીરાઉદ્યોગ કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઇના ડીરેકટર શ્રીમતી સરોજબેન અશોકભાઇ ગજેરાએ મુલાકાત લીધી હતી.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓની મુલાકાત લઇને તબિયતની પૃચ્છા કરી હતી તથા છેલ્લા સાત - સાત મહિનાથી પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા તથા સારવાર કરતા ખરા અર્થમાં કોરોના વોરીયર્સ તમામ તબીબો તથા મેડીકલસ્ટાફને અભિનંદન આપ્યા હતા.શ્રીમતી સરોજબેન અશોકભાઇ ગજેરાએ મુલાકાત દરમિયાન શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઝડપી સારવાર માટે એમ્બ્યુલન્સ લેવા માટે લક્ષ્મી ડાયમંડ મુંબઇ તરફથી રૂ.રપ ના અનુદાનની જાહેરાત કરી હતી.

આ તકે લક્ષ્મી ડાયમંડના એમડી અશોકભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે મારા વતન અમરેલીના લોકોની આરોગ્ય સેવામાં અમારી કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઇ સહભાગી બની એનો મને આનંદ છે. આ તકે સિવિલ સર્જન ડો.શોભનાબેન મહેતા, કેમ્પસ ડાયરેકટર પીન્ટુભાઇ ધાનાણી તથા હરેશભાઇ બાવીશી વિ.એ શ્રીમતી સરોજબેન ગજેરાનું સન્માન કરીને હોસ્પિટલની મુલાકાત કરાવી હતી.

(11:29 am IST)