સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

ભાયાવદરના મોટી વાવડી ગામે દારૂનો જથ્થો પકડાયો : એલસીબીનો દરોડો

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ આદિવાસી શખ્સ નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : ભાયાવદરના મોટી વાવડી ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે આદિવાસી શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ભાયાવદરના મોટી વાવડી ગામની સીમમાં રમેશ ભારતસિંહ શીંગાડ આદિવાસી રે. મૂળ જૂનાગાવ (એમપી) હાલ મોટી વાવડી મનુભાઇ દઢાણીયાની વાડીમાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. શકિતસિંહ જાડેજા તથા પો.કો. કૌશિકભાઇ જોષીને મળતા એલસીબીના પી.આઇ. એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.રાણા તથા ટીમે મોટી વાવડી ગામે રમેશ આદિવાસીની ઓરડીમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.એલ.ની બોટલ નંગ ૭૫ તથા ૭૫૦ એમ.એલ.એલ.ની બોટલ નંગ-૨ અને મોબાઇલ મળી કુલ ૮૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ભાયાવદર પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. સંજયભાઇ પરમાર, પો.કો. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા તથા નિલેશભાઇ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:30 am IST)