સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

જામનગરમાં ૪ાા લાખનું બાયોડીઝલ પકડાયું

જામનગર તા.૪ : જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચનાથી એસ.ઓ.જીના પો.ઇન્સ. એસ.એસ.નીનામાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના હર્ષદભાઇ ડોરીયા તથા દિનેશભાઇ સાગઠીયા તથા રવીભાઇ બુજડને હકિકત મળેલ કે ગુલાબનગર ઓવરબ્રીજથી આગળ હાપા તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ લકકી ગેરેજના વાળામાં હાીદર્કક સુરેશભાઇ માખેલા રહે. ગુરૂદ્વારા જામનગરવાળો તેમના વાળામા અનઅધિકૃત બાયો ડીલ, એલડીઓ પેટ્રોલીયમ પદાર્થ સંગ્રહ કરી રીફલીંગ કરી વેચાણ કરે છેત ેવી હકીકત આધારે જામનગર શહેર મામલતદાર સાથે રેઇડ કરી મજકુર ઇસમને પકડી પાડી તેમના કબજામાંથી બાયો ડીઝલ લી. ૮૦૦૦, કિ. ૪,પ૬,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.પ,૩૪,૦૦૦નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ર૮પ તથા આવશયક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩,૭,૧૧ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(1:06 pm IST)