સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

કેશોદમાં ચાર માસ પહેલા ગૂમ યુવાન વિનોદ જાદવનુ બાઈક ઉતાવળીયા નદીમાંથી મળ્યું

યુવાન બાઈક સાથે નદીમાં તણાયાની આશંકા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૪ :  કેશોદના ગાંધીનગર વિસ્તારમાં રહેતો વિનોદ જેન્તીભાઈ જાદવ નામનો યુવાન  ચાર માસ પહેલા રાત્રિના સમયે ચાલુ વરસાદે બાઈક સાથે ઘરેથી નિકળયા બાદ પરત નહી ફરતા તેમના પરિવાર ધ્વારા તેમની શોધખોળ બાદ આ યુવાન ગુમ થયાની પોલિસ ફરીયાદ નોંધાવમા આવેલ હતી.

 ગાંધીનગર વિસ્તારની બાજુમાંથી પસાર થતી ઉતાવળિયા નદીમાં ચોમાસાનુ પાણી ઓસરતા આ નદીમા ગઈકાલે બાઈક દેખાઈ આવતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થયેલ હતા. સ્થાનિક પોલિસ ધ્વારા નદીમાંથી બાઈક બહાર કાઢતા આ બાઈક ગુમ થયેલ યુવાનનુ હોવાની તેમના  પરિવારે ઓળખ આપેલ હતી.

 ગુમ થયેલ યુવાનનું બાઈક નદીમાંથી મળી આવતા ગુમ થયેલ યુવાન નદીમા તણાયો હોવાની તેમના પરિવારે આશંક વ્યકતકરેલછે. ત્યારે ખરેખર આ યુવાન આ નદીમાજ તણાઈ ગયેલછે કે આ ગુમ થયેલ યુવાનનુ કોઈએ અપહરણ કરી બાઈક નદીમા ફેંકી દેવામાં આવેલછે. આ અંગે કેશોદ પોલિસ આગળની તપાસ કરી રહેલછે.

(1:08 pm IST)