સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

ખંભાળીયાના સોનારડી ગામના યુવકનું લશ્કરમાં ફરજ દરમિયાન બિમારીથી મૃત્યુ

વિર જવાનની સન્માન પૂર્વક અંતિમવિધીઃ ગામમાં ઘેરો શોક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, ૪ :. તાલુકાના સોનારડી ગામના યુવાન દિલીપસિંહ દાનુભા જાડેજા (ઉ.વ. ૩૮) વાળા દિલ્હી ખાતે ૧૭ વર્ષથી લશ્કરમાં ફરજ બજાવતા હતા. તેમને ફેફસામા તકલીફ થતા તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા લશ્કરી અધિકારીઓ પુરા માનસન્માન સાથે તેના મૃતદેહને દિલ્હીથી અમદાવાદ પ્લેનમાં પહોંચાડયો હતો. જ્યાંથી ખંભાળીયાના સોનારડી ગામે લ જવાયો હતો. જ્યાં લશ્કરી જવાનોની ઉપસ્થિતિમાં માન સાથે અંતિમવિધિ કરાઈ હતી.

મૃતક ૧૬ વર્ષથી મિલટ્રીમાં નોકરી કરતા હતા જે પછી બે વર્ષનું એકસ્ટેન્શન મળ્યુ હતુ. ત્યાં આ બીમારીમા મૃત્યુ નિપજતા રાજપૂત સમાજ તથા સોનારડી ગામમા ભારે શોકની લાગણી છવાઈ છે.

મૃતકને એક દિકરો અને એક દિકરી સંતાનોમાં છે.

ગઈકાલે મૃતકની અંતિમવિધિમા રાજપૂત આગેવાનો પણ જોડાયા હતા.

(1:10 pm IST)