સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

ચોટીલા હાઇવે ઉપર ૫૫ બોટલ દારૂ સાથે કાર ચાલક ઝડપાયો

રાજકોટ લઇ જતાની કબૂલાત ? કટીંગની આશંકા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૫: પીએસઆઇ ડી. બી. ચૌહાણની સુચનાને આધારે હાઇવે વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી તે અરસામાં ગોલ્ડન કલરની કારમા ઇગ્લીશ દારૂ જવાની બાતમી મળતા હાઇવે પર વોચ ગોઠવેલ હતી

બાતમી વાળી કાર રાધેકૃષ્ણ હોટલ સામેનાં રસ્તે થી નિકળતા માલાભાઇ કલોતરા, ભરતભાઈ મીર, હિતેશભાઈ, તેજસભાઇ પટેલ, કનુભાઈ ખાચરે ફિલ્મી ઢબે કારનો પીછો કરી નમન બકુલભાઇ શાહ વાણીયા રે.માધાપર ચોકડી મહાવીર રેસીડન્સી રાજકોટ વાળાનેહોન્ડા સીટી કાર ની ડેકી માથી દારૂની બોટલ નંગ ૫૫,એક મોબાઇલ ફોન અને કાર મળી કુલરૂ.૬૭૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીએ નાની મોલડી નજીક વાડી વિસ્તારમાંથી ભરેલ હોવાનું જણાવતા સ્થાનિક વિસ્તારના બુટલેગરો સક્રિય બનેલ હોવાની સાથે કટીંગ ની આશંકા ઉદ્બવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઇવેનું સેન્ટર છે. અનેક પ્રકારની બદીઓ ઘર કરી ગયેલ છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ઇગ્લીશ દેશી દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. નજીકમાં ચૂંટણીના દિવસો છે. સ્થાનિક ચૂંટણીઓમાં આવા દૂષણો વધતા હોય છે.ત્યારે યાત્રાધામ નાં વિસ્તારમાં પોલીસે કડક પેટ્રોલીંગ રાખવાની જરૂર છે.

(11:22 am IST)