હળવદ પંપમાં લૂંટના ગુન્હામાં કસ્ટડીમાંથી ફરાર સહીત બે આરોપી ઝડપાયા
મોરબી,તા.૫ : હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલ પંપ પર થયેલ લૂંટના ગુન્હામાં ૨૧ વર્ષથી નાસતા ફરતા અને પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલ હોય જે ફરાર સહીત બે આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લીધા છે
રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવ રાખેલ હોય જે અન્વયે જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ સઘન તપાસ કરતી હોય દરમીયાન હળવદમાં લૂંટ/ધાડના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ભીમા કરશના ભુરીયા (ઉ.વ.૪૭) રહે જામ્બુઆ એમપી અને ગાલુ માંગલીયા મેડા (ઉ.વ.૪૨) રહે જાંબુઆ એમપી વાલાને ઝડી લેવા ગુજરાતના દાહોદ જીલ્લા તેમજ એમપીના જાંબુઆ જીલ્લામાં ટીમ તપાસ અર્થે મોકલી હતી જેમાં આરોપીઓને તેના વતન એમપીના જાંબુઆ જીલ્લામાંથી ઝડપી લેવાયા છે ઝડપાયેલ આરોપી લૂંટના ગુન્હામાં ૨૧ વર્ષથી નાસતા ફરતા હોય જેને ઝડપી લેવામાં પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સફળતા મળી છે.