સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th February 2021

અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા માહિતી કચેરીના જી. વી. દેવાણીનું સન્માન

અમરેલીઃ જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસિસ્ટન્ટ જી. વી. દેવાણી અને વર્ગ ૪ના કર્મી બી. એસ. બસીયા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના વયનિવૃત થતા આજે અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા બંને કર્મયોગીઓનું શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જી. વી. દેવાણીએ ઉપસ્થિત તમામ મિત્રોનો આભાર માનતા જણાવ્યું હતું કે નોકરીના ૩૭ વર્ષમાંથી મોટા ભાગનો કાર્યકાળ અમરેલી માહિતી કચેરી ખાતે વિતાવવાનો મોકો મળ્યો હતો. આ સમય દરમિયાન અમરેલી જિલ્લાના દરેક સમાચાર સંસ્થાનોના કર્મીઓએ ખૂબ સહયોગ આપ્યો એ બદલ તમામ મિત્રોનો હંમેશા આભારી રહીશ. અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જી. વી. દેવાણી સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. શ્રી દેવાણીનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે સંઘના પ્રમુખ અને દિવ્ય પ્રકાશ દૈનિકના તંત્રી શ્રી હિંમતભાઈ પટેલ, અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણ, નિવૃત્ત નાયબ માહિતી નિયામક  બી. એસ. બસીયા, અમરેલી માહિતી ખાતાના સુમિત ગોહીલ, તંત્રી સર્વશ્રી નિલેશભાઈ જાની, રાજેશભાઈ હિંગુ, અતુલભાઈ કારીયા, હાર્દીકભાઈ દવે, સુરેશભાઈ દેસાઈ, રોમિલભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, અતુલભાઈ ચૌહાણ તથા જિલ્લા માહિતી કચેરીના બી. ડી. પાથર, એમ. એમ. ધડુક,  વી. આર. પીપળીયા,  મુકેશભાઈ ભટ્ટ, એમ. વી. રાઠોડ,  એચ. બી. વાદ્યેલા, શ્રીમતી એસ. એમ. રાઠોડ તેમજ અમરેલી જિલ્લાના વિવિધ સમાચાર સંસ્થાનો સાથે જોડાયેલા પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ. અમરેલી)

(12:59 pm IST)