સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th February 2021

પોરબંદર કોંગ્રેસમાં વિવાદ થાય નહીં તે મુજબ ઉમેદવારોની પસંદગી કરાશે : રામદેવભાઇ

(સ્મિત પારેખ  દ્વારા) પોરબંદર, તા. પ :  જિલ્લામાં અને તાલુકામાં ચૂંટણી  જાહેર થઈ અને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ની પસંદગી શરૂ કરી દીધેલ છે. અને પસંદ પામેલ ઉમેદવારો પોતાના મત ક્ષેેત્રોમાં મતદારો લોક સંપર્ક શરૃં કરી દિધો છે. કોંગ્રેસે જે ઉમેદવારોની પસંદગી કરી છે. તે વોર્ડ નં. ૧ થી ૧૦ ઉમેદવારો ના પ્રચાર કાર્ય શરૃં કરવા જણાવી દેતા તે ઉમેદવારો સક્રિય મતદાતા નો સંપર્ક શરૃં કરી દીધો છે અને સમયસર પહોચાડી દેવાશે વોર્ડ નંબર નું ૧૧ થી ૧૩ ત્રણ વોર્ડ ના ઉમેદવારો ની પસંદગી આખરી તબક્કા માં છે એટલે કે આવતા ૨૪ થી ૩૬ કલાક કોંગ્રેસ જાહેર કરી દેશે.

કોંગ્રેસે એક મહત્વ ની બાબત ધ્યાનમાં રાખેલ છે.  કે ઉમેદવાર પસંદગીમાં વિવાદ થાય નહિ જેથી બહુજ સાવચેતી પૂર્વક આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે તેમ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ મહામંત્રી  રામદેવ ભાઈ મોઢવાડીયા એ જણાવ્યું હતું. તેમણે જણાવેલ સાથોસાથ તાલુકા અને જિલ્લા પંચાયત  ના ઉમેદવારો ની પસંદગી પણ આજ રીતે થાય છે અત્યારે કોઈ વચન આપવા કરતાં એટલુજ કેહવુ છે કે કોંગ્રેસ કોઈ પણ જાતની  પ્રલોભ  કરી વચન થી દૂર છે. તેમનું ધ્યેય એક જ છે મતદારોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરવું  અને મતદાતાના સંપર્ક દરમિયાન જે અસંતોષ વેદના તેમના મન મા છે જે બહાર આવશે.

દરમીયાન નાણાકિય જોર ના કારણે ઊડતી માખીજેવા કાર્યકરોનો સમૂહ એકઠો કરી એવું ચિત્ર ઊભું કરી દીધેલ છે અને કરતું જાય છે. કે ભાજપ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત મા સારો દેખાવ કરી સત્તા હાંસલ કરવા સફળ થશે બીજીબાજુ નગરપાલિકા માટે તો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના વર્તમાન યુવા પ્રમુખ અત્યારથીજ સોશ્યલ મીડિયા દ્વારા દાવેદારી નોંધાવે છે કે પોતે ભાજપ માંથી ચૂંટાય ગયા છે. અને પ્રમુખ પદ માટે પણ તેમનો દાવો આગળ કરી પ્રચાર કરે છે.  કેટલાક ભાજપ ના પૂર્વ સભ્ય ને ટિકીટ કપાઇ છે. તેમાં પૂર્વ વર્તમાન પ્રમુખને પણ ટિકિટ મળે તેમ જણાતું નથી તેમના સ્થાને તેમાંના પત્ની ને ટિકિટ મળશે તેવા સંકેતો છે.

નગરપાલિકા દ્વારા જે વિકાસ માં કામ થયા છે તે કામો સબંધે પણ મોટી ફરિયાદ સરકાર માં થયેલ છે. કેટલીક બાબત આર.ટી.આઇ. દ્વારા પણ મળી છે. અને તેના આધારે પણ રજૂઆતો થય છે. અને જે વિકાસ ના કામો થયા છે. તે કેન્દ્ર સરકારની મિશન સિટી હેઠળ ની ૮૭૨ કરોડની અપાયેલ ગ્રાન્ટ માંથી થયા છે. તે પણ સંપૂર્ણ નથી.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ માં પ્રમુખ જીજ્ઞેશ કારીયા ને ટિકિટ મળી રહી છે તેનું કારણ એવું કારણ દંત કથા રૂપ બહાર આવ્યું છે કે તેઓ પૂર્વ નગરપાલિકાના સભ્ય ઉપરાંત પદાઅધિકારી પણ હતા અને તેની કાર્ય પધતી જેતે સમયે ચર્ચિત હતી. અને તેના થી અસંતોષ મોટો ઉભો થયો તેના કારણે પણ આ ટિકિટ ના આપી કારણ કે તે વિવાદ બન્યો અને તે અટકાવવા આ રસ્તો શોધી કાઢ્યો હશે ! 

નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પંકજભાઈ નું નામ પણ ભાજપના ઉમેદવાર તરફ થી ચૂંટણી લડશે તેવી ચર્ચા વેહતી થયેલી અને જો તેઓ તેનેે ટિકિટ મળે તો પ્રમુખ પદની દાવેદારી નોંધાવી શકે અને અને તે દાવેદારના હકદાર છે અને ગણાય છે.

(1:11 pm IST)