News of Saturday, 4th February 2023
અમરેલી યાર્ડમાં શ્રીફળ વધેરી ઘઉંંની હરરાજીનો પ્રારંભ
ઘઉં ટુકડાનાં એક મણનાં સૌથી વધુ 624 રૂપિયા મળતા ખેડૂતોમાં ખેશુની લહેર ફેલાઇ
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનાં એક મણનાં સૌથી વધુ 624 રૂપિયા મળતા ખેડૂતોમાં ખેશુની લહેર ફેલાઇ ગઇ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લામાં ઘઉં અને કપાસનું વાવેતર કરાયું હતું.
અમરેલી જિલ્લાના અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટૂકડાનો ઊંચો ભાવ 624 રૂપિયા બોલાયો હતો. પ્રતિ મણે 624 રૂપિયા ઘઉંનો ઊંચો ભાવ ખેડૂતોને આપવામાં આવ્યો હતો. ધારી યાર્ડમાં નવા ઘઉંની આવક થઇ હતી.ઘઉં ટુકડા મણનાં 473 થી 624 રૂપિયા બોલાયા હતાં.
(12:03 am IST)