સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th February 2023

ભાયાવદરમાં હોટલમાંથી ઘર વપરાશના સાત સિલિન્ડર મળતા મામલતદાર દ્વારા કબ્જે કરાયા

સરપ્રાઈઝ ચેકિંગ કરતા રેસ્ટોરન્ટમાંથી ઘર વપરાશના પાંચ ભરેલ સિલિન્ડર તથા બે ખાલી સિલિન્ડર મળ્યા

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ઉપલેટા રોડ આવેલા કિસાન રેસ્ટોરન્ટમાં ઉપલેટા મામલતદાર એમ.ટી ધનવાણી તથા નાયબ મામલતદાર જાદવભાઈ તથા જોશી ભાઈ એ સરપ્રાઈઝ ચેકિંગ કરતા રેસ્ટોરન્ટમાંથી ઘર વપરાશના પાંચ ભરેલ સિલિન્ડર તથા બે ખાલી સિલિન્ડર મળી આવતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે તથા બાજુમાં આવેલ રોયલ ઇન્ડિયન ગેસની ઓફિસ તથા ગોડાઉનમાં પણ ચેકિંગ હાથ કરેલ હતું

(1:06 am IST)