સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

સોમનાથના ત્રીવેણી સ્મશાન ઘાટે એક સાથે ૧ર મૃતદેહોને અગ્નીદાહ અપાતા સ્વયંમ સેવકોની આંખમાં અશ્રુની ધારાઓ વહી

જીલ્લામાં શોકમય વાતાવરણ બીનસતાવાર મૃત્યુ આંક ર૩ કોડીનાર પંથકના ૧ર

(દિપક કક્કડ દ્વારા) ત્રીવેણી સ્મશાન ધાટે સવારે ૧૧ થી ૧ર ની વચ્ચે અંતિમવીધી માટે ૧ર ખાટલાઓ રખાયેલ છે તેમાં ૧ર મૃતદેહો જુદી જુદી હોસ્પીટલોમાંથી આવેલ હોય તેની અગ્નીદાહ અપાયેલ હતો ત્યારે શોકમય વાતાવરણ થયેલ હતું અને પવિત્ર ત્રીવેણી સ્મશાન ઘાટ પણ રડી રહયું હોયતેવું ભાસ થતો હતો આ અગ્નીદાહ આપતા સ્વયંમ સેવકોની આંખમાં અશ્રુની ધારાઓ પડવા લાગેલ હતી.

 ગીર સોમનાથ જીલ્લામાં કોરોના માં મૃત્યુ આંક વધતો જાય છે જેથી અનેક પરીવારોમાં ભારે ભય વ્યાપેલ છે ર૪ કલાક માંત્રીવેણીસ્મશાન ધાટ માં ૧૯ જેટલા મૃતદેહોની અંતિમવીધી કરાયેલ હોય તેમજ કબ્રસ્તાન માં ચાર જેટલા ની દફનવીધી કરાયેલ હોય ર૩ ના મૃત્યુ તેમજ કોડીનાર તાલુકાના આલીધર ગામ માં પાંચ ના મૃત્યુ કોડીનાર સાત થયેલ હોય તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે જીલ્લામાં મૃત્યુ આંક ખુબજ મોટો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઝડપ થીમહામારીફેલાય રહી છે મોટી ઉમર ના ઘડીકભર માં મૃત્યુ પામે છે જીલ્લાભર માં સારવાર માટે પુરતી વ્યવસ્ળ ન હોય તેમાં ઓકસીજન,વેન્ટીલેટર,ખાટલાઓ મળતા ન હોય જેથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ વ્યાપેલ છે.

 સતા અને વિપક્ષે જે પાવરથી કામ કરાવવું પડે તે કરાવી શકતા નથી અને હાથ ઉચા કરી દઈ છે સતા ઉપર બેસેલા અનેક લોકો ટોળ ટપા કરતા હોય છે વેરાવળ માં નાની વય નો યુવાન મૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાયેલ છે આવા અનેક બનાવો જીલ્લામાં બની રહેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં આજરોજ ૧૧૯ કોરોના પોઝીટીવ કેસ નોધાયા હતા તેમાં વેરાવળ ર૭,સુત્રાપાડા ૧પ,કોડીનાર ૧૮,ઉના ર૬,ગીરગઢડા ૧૧,તાલાલા રરનો સમાવેશ થાય છે.

(12:54 pm IST)