સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

અમરેલી હોસ્પિટલમાં કોરોનાના ૧ર, સાવરકુંડલામાં ૩ અને રાજુલામાં ૭ દર્દીઓના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪  અમરેલી પંથકમાં કોરોના દર્દીના મૃત્યુ ઉપર બ્રેક લાગી છે અને ઘટાડો થયો છે પણ તેની સામે રાજુલા અને સાવરકુંડલામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આજે અમરેલી હોસ્પિટલમાં કોરોનાના ૧ર દર્દીઓ તથા સાવરકુંડલામાં ૩ અને રાજુલામાં ૭ દર્દીઓની કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે અંતિમવિધી કરવામાં આવી હતી.

અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં ૪ કોરોનાના તથા ચાર અન્ય મળી કુલ ૮, મોટા આંકડીયામાં ૩ અને કૈલાશ મુકિતધામમાં કોરોનાના પાંચ દર્દી સહિત અન્ય કારણે મૃતયુ પામેલા સાત મળી કુલ ૧ર મૃતદેહો અંતિમવિધિ થઇ હતી.

અમરેલીના ચકકર ગઢ રોડ રામવાડીના ૬ર વર્ષના પુરૂષ મળી અમરેલીના શહેરના કોરોનાના ૩ દર્દીના મૃત્યુ નીપજયા હતા. જયારે ભેંસાણના પપ વર્ષના મહિલા,  બગસરાના પપ વર્ષના પુરૂષ, ભુરખીયાના ૬૩ વર્ષના મહિલા, કુંકાવાવના ૮૦ વર્ષના પુરૂષ, ચાંપરાજપુરના ૪પ વર્ષના મહિલા, ધારીના પ૦ વર્ષના પુરૂષ, બાબરાના એક પુરૂષ, લુંધીયાના ૬પ વર્ષના મહિલા, કુંકાવાવના ૬પ વર્ષના પુરૂષ તથા ધારગણીના એક મહિલા અને સાવરકુંડલાના જયારે રાજુલાના ૬૪ વર્ષના પુરૂષ તથા ૬૦ વર્ષના મહિલા અન ૬પ વર્ષના શંકાસ્પદ મહિલા દર્દી અને કાતર ગામના ૪૮ વર્ષના પોઝીટીવ પુરૂષ, નવીજકાદ્રીના પપ વર્ષના પુરૂષ, ડેડાણના ૭૩ વર્ષના પુરૂષ અને વાવેરાના ૩પ વર્ષના શંકાસ્પદ દર્દીના અંતિમ સંસ્કાર રાજુલામાં થયા હતા. અમરેલી શહેરમાં હનુમાનપરામાં લાઠી રોડ, વૃંદાવન પાર્ક, સ્વામીનારાયણનગર, માણેકપરા, રોકડીયાપરા મળી કુલ ૧૪ શહેરીજનોના મૃત્યુ થયા હતા. જે લગભગ ર૦ ઉપર થતા હતા તેમાં ઘટાડો થયો છે.

(12:58 pm IST)