સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ આવતા થોડીવાર માટે અંધાધૂંધી ફેલાઈ :અમુક વિસ્તારમાં બરફના કરા પડ્યા

સરકારી હોસ્પિટલના કોવિડ વીભાગમાં દર્દીઓની હાજરીમાં મંડપ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ:જેતપુર રોડ નાગરિક બેંક ચોકમાં મોટા બેનરો ધરાશાયી થયા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં આજરોજ સાંજે 4:30 કલાકે સાંજે ભારે પવન સાથે વરસાદ આવતા થોડીવાર માટે તો આજ સુધી ફેલાઈ ગઈ હતી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો અનેક વિસ્તારોમાં મોટા ફટાફટ કરો ધરાશાયી થઇ ગયા હતા તેમજ સરકારી હોસ્પિટલ કોવીડ વિભાગમાં મંડપ ધરાશાયી થતાં થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી પરંતુ કોઈ જાનહાનિ કે ઇજા ન બનાવો બનેલ નથી

 

  પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં મંગળવારે સાંજે 4:30 કલાકે ભારે પવન સાથે વરસાદ આવતા થોડીવાર માટે તો અફડા-તફડી મચી ગઇ હતી
બાદ ધોરાજીના સ્ટેશન રોડ ઉપર બરફના કરા પડયા હતા લોકો કરા પડતા જોવા મળ્યા હતા
તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલ covid વિભાગમાં મંડપ નીચે ગોવિંદ ચેટ કરવા બાબતે દર્દીઓ ઉભા હતા ત્યારે અચાનક જ ભારે પવન સાથે વરસાદ આવતા મંડપ ધરાશાયી થતાં થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી પરંતુ કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી હતી અને મંડપ સંપૂર્ણ ધરાશાયી થઇ ગયો હતો
જ્યારે ધોરાજી જેતપુર રોડ નાગરિક બેંક બેંક ચોક ખાતે મોટા ફટાફટ કરો જાહેર રસ્તા ઉપર થયેલા જોવા મળ્યા હતા તેમજ જેતપુર રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું

સાંજે સાડા ચારથી સાડા પાંચ એક કલાક ભારે પવન અને સાથે વરસાદ આવતા લોકો એક કલાકમાં ભેટ બની ગયા હતા પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાન જોવા મળેલ નથી
આ સમયે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પર પાણી જોવા મળ્યું હતું

(6:36 pm IST)