સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

મોરબીમાં નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોને વેક્સીનેશન જવાબદારી સોપવી જોઈએ : પાલિકા પ્રમુખે જીલ્લા કલેકટરને રજૂઆત કરી

મોરબી : સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિ માટે વેક્સીનેશન અભિયાન શરુ કર્યું હોય ત્યારે મોરબી નગરપાલિકાના વોર્ડ વાઈઝ ચૂંટાયેલા સદસ્યોને જવાબદારી સોપવામાં આવે તો કામગીરી શાંતિપૂર્ણ રીતે થઇ સકે તેમ હોવાનું જણાવ્યું છે

મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે વેક્સીનેશન અભિયાનમાં મોરબી પાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ વાઈઝ ચૂંટાયેલા નગરસેવકોને સાથે રાખી વેક્સીનેશન શાંતિપૂર્ણ થાય તેની જવાબદારી આપવી જોઈએ ચૂંટાયેલા નગરસેવકો પોતાના વોર્ડમાં દરેક સોસાયટી આગેવાનો સાથે સંપર્કમાં હોય છે અને વોર્ડમાં પોતાના કાર્યકર્તાનો સંપર્ક હોય જેથી કાર્યકર્તાની ટીમ હમેશા કાર્યરત હોય છે જેથી દરેક લોકોના સંપર્ક કરી સકે છે નગરસેવકો અને કાર્યકરો બધાને વેક્સીનેશન માટે મોટીવેટ કરી સકે અને માઈક્રો પ્લાન થઇ સકે જેથી નગરસેવક અને કાર્યકર્તાને પ્રજાની સેવા કરવાની જવાબદારી સોપવામાં આવે તેવી માંગ કરી છે

(11:41 pm IST)