સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જસદણ વિંછીયાની મુલાકાતે પ્રશાંતભાઇ કોરાટ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણ વિંછીયાની શુભેચ્છા મુલાકાત પ્રશાંતભાઇ કોરાટે લીધી હતી. જેમાં તેઓ વિંછીયા થઇ જસદણ શ્રી જયતાબાપુની સમાધી દર્શન કરી બાજુમાં આવેલ કોવીડ સેન્ટરની મુલાકાત લઇ કોવીડ સેન્ટરના સૌ સેવાભાવી વ્યકિતઓને મળ્યા અને પરિસ્થિતિ જાણી કોવીડ સેન્ટરમાં ડો.કોટડીયા અને ડોે.સાવલીયા સાથે વિવિધ કોરોનાલક્ષી ચર્ચા કર્યા બાદ પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ પુર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ તેમજ નરેશભાઇ દરેડ અને વિવિધ સમાજ સેવકોની મુલાકાત કરી હતી અને જસદણ યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ દ્વારા તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ હતુ. ત્યારબાદ આટકોટ રોડ પર આવેલ જયંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે જસદણ યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ અને જે.પી.રાઠોડે પ્રશાંતભાઇને જસદણની પ્રખ્યાત હેન્ડીક્રાફટની ભેટ અર્પણ કરી હતી.

(10:08 am IST)