સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જુનાગઢના ભરત પર રીબડામાં કામ કરતી વખતે છજુ માથે પડતાં મોત

૨૦ વર્ષના યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૫: રીબડામાં કન્સ્ટ્રકશનની સાઇડ પર મજૂરી કામ કરવા આવેલા જુનાગઢના વીસ વર્ષના યુવાન પર અકસ્માતે છતનું સિમેન્ટનું છજુ પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જુનાગઢ મોતીબાગ વિસ્તારમાં રહેતો ભરત સોમાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) રીબડા ગામે ઉમિયા એસ્ટેટ-૧માં અતુલભાઇ ડઢાણીયાની સાઇટ પર કામ કરતો હતો ત્યારે માથે સિમેન્ટનું છજુ પડતાં ગંભીર ઇજા થતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ એક બહેનના સહિતના પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન દિકરાના અકાળે મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:18 am IST)