સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ગોંડલના સુલતાનપુરમાં હંસાબેન મારૂ પર અતુલ સહિતનો ધોકા-પાઇપથી હુમલો

અતુલે પોતાના બીજી પત્નિને કાઢી મુકયા હોઇ તેને હંસાબેને આશરો આપતાં માથાકુટ

રાજકોટ તા. ૫: ગોંડલના સુલતાનપુરમાં રહેતાં હંસાબેન રમેશભાઇ મારૂ (ઉ.વ.૪૫) પર સાંજે ઘર પાસે અતુલ અને બીજા અજાણ્યાએ આવી ઝઘડો કરી ધોકા-પાઇપથી હુમલો કરી માથા શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. હંસાબેનના કહેવા મુજબ તેના પતિ હયાત નથી. તેમની જ્ઞાતિના સરોજબેને દસ વર્ષથી અતુલભાઇની બીજી પત્નિ તરીકે રહે છે. તેણીને બે સંતાન પણ છે. હવે અતુલભાઇએ સરોજબેનને ઘરેથી કાઢી મુકી હોઇ તેણીને પોતે પોતાના ઘરે આશરો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખી અતુલભાઇ સહિતે આવી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)