સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ઉપલેટા અભિમન્યુ ગ્રુપ દ્વારા સ્મશાનમાં ૨૪ કલાક ફ્રી સેવા આપી કોરોનાના તેમજ અન્ય મૃતદેહોની કરે છે અંતિમ વિધિ

જેમની અંતિમ વિધિ માટે કોઇ નથી આવતુ ત્યાં આ ગ્રુપ જાય છે અને મૃતદેહ સ્મશાને લઇ આવે છે

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)ઉપલેટા,તા. ૫:  શેહરમાં હાલ કોરોના વાયરસને કારણે સ્થિતિ અતિ નાજુક છે ત્યારે વાત કરીએ તો ઉપલેટા શહેરમાં હાલ ૧૦૦ કરતા પણ વધારે લોકો કોરોનાને કારણે ઓકિસજન સાથે સારવાર લઇ રહ્યા છે અને ઘણા લોકો આ કોરોના સામેની જંગ હારી અને મૃત્યુ પણ પામે છે ત્યારે ઘણા લોકો પરિવારના મૃત્યુ બાદ તેમની અંતિમ વિધિમાં નથી આવતા અથવા તો આવતા ડરે છે ત્યારે ઉપલેટા શહેરના સેવાભાવી અને શ્રીમંત પરિવારના લોકો કે જેઓ માનવતા આજે પણ જીવે છે તે સાબિત કરે છે અને ઉપલેટા સ્મશાનમાં ૨૪ કલાક સેવા આપે છે અને મૃત્યુ પામનાર લોકોની તમામ પ્રકારની અંતિમ વિધિ કરે છે.

ઉપલેટા શેહરમાં છેલ્લા ૧૫ દિવસમાં રોજના અંદાજીત ૩૦ લોકોના મોત થઇ રહ્યા હોઈ જેના કારણે ઉપલેટા સ્મશાનમાં આવેલ ડીઝલ ભઠ્ઠી પણ સળગી ઉઠી હતી જેના કારણે હાલ ઉપલેટા હિંદુ સ્મશાનમાં અંતિમ વિધિ માત્ર લાકડા સાથે જ થઇ રહી છે અને એવામાં પણ આવી કોરોના મહામારીને કારણે લોકો અંતિમ વિધિમાં અને સ્મશાને પણ સ્વજનો અને નજીકના લોકોના અવસાનને કારણે પણ નથી આવતા ત્યારે સ્મશાને આવતા મૃતદેહને વિધિવત અંતિમ વિધિ કરાવી અને તેમના પરિવારને કોઈ તકલીફ કે એકલતા ઉભી ના થાય તે માટે ૨૪ કલાક સેવા આપે છે.

મૃત્યુ પામનાર વ્યકિત અને એમાં પણ ખાસ કરીને કોરોનાને કારણે મૃત્યુ પામનાર વ્યકિતની પણ અહી વિધિ કરી અને તેમની આત્માને શાંતિ મળે અને તેમને અંતિમ વિધિ પણ વિધિવત થાય તે માટે અહિયાં સેવા આપે છે ત્યારે આ સેવાકીય પ્રવૃત્ત્િ। કરતા લોકોની જો વાત કરવામાં આવે તો અહી સેવા આપતા લોકો આર્થીક ખુબ જ શ્રીમંત છે છતાં પણ તેઓ અહિયાં ૨૪ કલાક પોતે ખડે પગે રહી અને મૃત્યુ પામનાર વ્યકિતની અંતિમ વિધિ કરી અને તેમના પરિવારને તકલીફ કે મુશ્કેલીઓ અંતિમ વિધિમાં ના વેઠવી પડે તે માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે.

આ સાથે સરકારને પણ અપીલ કરાઈ છે કે આવી રીતે જે લોકો સમગ્ર ભારતમાં પોતાના જીવના જોખમે અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેમની સાથે કોઈ આવી સેવા દરમિયાન કોઈ આકિસ્મ ઘટના બને તો તેમના પરિવારને મુશ્કેલીના વેઠવી પડે અને અન્ય લોકોને પણ આવા નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા કરવા માટે પ્રેરણા મળે તે જરૂરી છે.

(11:13 am IST)