સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ચોટીલાથી કારમાં રાજકોટ લઇ અવાતી દારૂની ૨૨૨ બોટલ કબ્જે

વઢવાણ,તા. ૬: નાયબ પોલીસ અધિક્ષક સી.પી મુંધવા લીંબડી ડીવીઝને માર્ગદર્શન આપતા, ચોટીલા ઇન્સ. એન.એસ.ચૌહાણ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે, સુરઇ ગામ તરફથી એક સફેદ કલરની એસન્ટ ગાડી GJ-06 B-4124 દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ જઇ રહી છે જેથી તેને રોકી ડ્રાઇવર વિનય મનસુખભાઇ ડાભી તકોળી ઉવ.૨૧ રહે રાજકોટ સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં.૧૦ હોવાનું જણાવેલ ડેકીમાં બોટલ નંગ-૨૨૨ કિ.રૂ.૩૩,૩૦૦/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/ તથા એસન્ટ ગાડી ઞ્થ્-૦૬ ગ્ન્-૪૧૨૪ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૩૫,૩૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ અને સદરહુ ઇગ્લીશ દારૂના મુદામાલ બાબતે પુછતા તે ઇગ્લીશ દારૂ પ્રદિપભાઇ દરબાર મેવાસા ગામ વાળા એક બોલેરો ગાડીમાં આવી આપી ગયેલની હકિકત જણાવેલ જેથી પકડાઇ ગયેલ આરોપી તથા ઇંગ્લીશ દારૂનો મુદામાલ આપી જનાર ઇસમ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપારા ચોટીલા પોલીસે સંભાળી લીધેલ છે.ચોટીલા પો.હેડ કોન્સ વિજયસિંહ ખુમાનસિહ તથા પો.કોન્સ.સરદારસિક જગાભાઇ તથા દેવરાજભાઇ મગનભાઇ તથા વિભાભાઈ વાદ્યાભાઇ તથા રાજેશભાઇ બચુભાઇ એ રીતેના પોલીસ સ્ટાફે સફળ કોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:50 am IST)