સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

મોરબી ભાજપ દ્વારા 45 થી ઉપરના માટે આવતી કાલથી બીજો રાઉન્ડ. :25 થી વધુ જગ્યાએ કેમ્પ યોજાશે: તા 6 ના રવાપર ગામેથી આરંભ.

મોરબી : મોરબીમાં કોરોના પ્રકોપ સામે લોકોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે રસીકરણની કામગીરી પણ વેગવંતી બની છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા “જીતશે રવાપર, હારશે કોરોના” ના સૂત્ર સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે તા.6 ના રોજ ગુરુવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા દરમિયાન ઉમા હોલ, શિવ મંદિરની સામે રવાપર ખાતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના કોરોના વેકસીનેશન માટે દ્વિતીય રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વધુ વિગત માટે રવિભાઈ સનાવડા -99799 20000 ઉપર સંપર્ક સાધવો.

(9:48 pm IST)