રિલાયન્સ ગ્રીનમાં ચોરી કરવાના ઈરાદે ૪ શખ્સોએ પ્રવેશ કરતા પોલીસ ફરીયાદ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: મોટીખાવડીમાં આવેલ રિલાયન્સ ગ્રીનસેકટર–૧ર બ્લોક નં. ૪ર માં રહેતા નારૂભા કરણભા પરમાર ઉ.વ. પ૪ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. પ ના રોજ રિલાયન્સ ગ્રીન ટાઉનશીપ સેકટર ર૬ બાઉન્ડ્રી વોલ ૧૦૪ ખાતે આ કામેના આરોપીઓ સોનીયો જેન્તીભાઈ મકવાણા રહે. સિકકા, વીકી જીકાભાઈ વાઘેલા રહે. સિકકા, વિનોદ જીણાભાઈ દેવીપૂજક રહે. સિકકાવાળાઓએ દિવાલમાં કોઈપણ હથીયાર વડે બાકોરૂ પાડી ચોરી કરવાના ઈરાદે હુમલો કે ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી સાથે સમાન ઈરાદો પાર પાડવા પૂર્વકાવત્રુ રચી ગેરકાયદે પ્રવેશ કરી ચોરી કરવાની કોશીષ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.
ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની રાવ
અહીં શંકરટેકરીમાં આવેલ સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતો સુમીત જયસુખભાઈ ખીમસુરીયા ઉ.વ. ૧૮ એ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, અગાઉ ફરીયાદીએ આરોપી આશીષના મીત્ર પ્રતિકને માર મારેલ હોય જેનો ખાર રાખી તા. ૪ ના રોજ દિગ્જામ સર્કલ પાસે આ કામેનો આરોપી આશીષ તથા તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ ફરીયાદી સાથે ગાળાગાળો કરી બે અજાણ્યા ઈસમોએ પકડી રાખી આશીષએ પોતાના એકટીવામાંથી છરી કાઢી ફરીયાદીના માથાના ભાગે વાસામાં એમ કુલ ત્રણ ઘા મારી નાસી ગયેલ હોય જેથી ફરીયાદીને જાનથી મારી નાખવાની કોશીષ કરી ગુન્હો કરેલ છે.