News of Tuesday, 5th July 2022
મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના નવા ૧૨ કેસઃ એક્ટીવ કેસનો આંક ૩૨ થયો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના નવા કેસો ડબલ ડીજીટમાં જોવા મળ્યા છે બે તાલુકામાં મળીને ૧૨ નવા કેસ નોંધાયા છે જયારે ૦૩ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી -ાપ્ત થઇ છે. નવા કેસોમાં મોરબી તાલુકામાં નવા ૧૧ કેસ નોંધાયા છે જેમાં ૦૯ ગ્રામ્ય પંથક અને ૦૨ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં નોંધાયો છે મોરબી જીલ્લામાં નવા ૧૨ કેસ નોંધાયા છે જયારે ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૨ પર પહોંચી ગયો છે ને કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકો તકેદારી રાખે તે જરૂરી છે.
(10:59 am IST)