પોરબંદર ભાજપ દ્વારા તાત્કાલીક આયુષ્યમાન કાર્ડ
પોરબંદર : ઓડેદરા લીલાભાઇ અરજનભાઇ જે હોસ્પિટલમાં આઇસીયુ દાખલ હોય ત્યારે તેમના પરિવાર દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયનો સંપર્ક કર્યો, અને તેમને જણાવ્યું કે અમારે તાત્કાલીક ઓપરેશન કરવાનું છે અને આયુષ્યમાનકાર્ડમાં કરવાનું હોય તાત્કાલીક ધોરણે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાના સહકાર અને માર્ગદર્શનથી દર્દી પાસે જઇ કાર્ડ કાઢી આપેલ છે. કાર્ડનું લેમિનેશન કરી અને તેમને આયુષ્યમાન કાર્ડ અર્પિત કર્યુ હતુ. આ સેવાકીય કાર્ય સમયે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્ય, પીન્ટુભાઇ ભાદ્રેચા, ખીમભાઇ ઓડેદરા ઉપસ્થિત રહયા હતા. અન્ય જરૂરીયાતવાળા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયા તે તસ્વીર.