સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

જામનગરઃ બેન્કમાં ચોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયો

જામનગર, તા.૫: પંજાબના લુધીયાણા ગામે જોષીનગર, બી–૩૪,૯રર૪/ર, શેરી નં.૧માં વીપનભાઈ ખરાઈબીલાલ દાવરા, ઉ.વ.૩૭ એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા સ્ટેશન, રવી પેટ્રોલ પંપની પાછળ, ફરીયાદીની યુનીયન બેંકમાં આરોપી ફૈઝલ એ બેન્કમાં ઘરફોડ ચોરી કરવાના ઈરાદે બેન્કની ગ્રીલ તથા સળીઓ તોડી નુકશાન કરી બેન્ક અંદર પ્રવેશી ચોરી કરવાના ઈરાદેથી કબાટ વિગેરે ફંફોળી ચોરી કરવાની કોશીષ કરી ગુનો કરેલ છે.

મેઘપર ગામ પાસે દારૂ સાથે કાર ઝડપાઈ

મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જશપાલસિંહ દિલીપસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છેકે,  મેઘપર ગામ સામે માલધારી હોટલ પાસે રોડ પર આરોપી કિશનભાઈ ભરતભાઈ મસુરા, રે. પરોડીયા ગામવાળો વ્હીસ્કીની બોટલ નંગ–૧૧ જેની કિંમત રૂ.પપ૦૦/ તથા સિલેકટ વ્હીસ્કીની બોટલ નંગ–૪ર, કિંમત રૂ.ર૧૦૦૦/ની દારૂની બોટલો વેચાણ અર્થે પોતાના કબ્જાની સફેદ કલરની સ્કોર્પીયો મોટરકાર નંબર પ્લેટ વગર ની જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– ની મળી નીકળતા પોલીસને જોઈ સ્કોપીયો વાહન સાથે નાસવા જતા પોતાનું વાહન પુરઝડપે ભગાડી યુ–ટર્ન લેવા જતા રોડ પર આવતા ટ્રક નં. જી.જે.૦ર–વી.વી.–રર૯રની સાથે અથડાવતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૩,ર૬,પ૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

સમરસ હોસ્ટેલ પાસે ઝડપાયો

પંચ એ પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સમરસ હોસ્ટેલ સામે રોડ પર આરોપી શકિતસિંહ જેતમાલસિંહ સોઢા રે. જામનગરવાળા દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/ની ગેલ્મર મોટરસાયકલ જેના રજી નં. જી.જે.–૧૦–એ.આર.–૦૮પ૭ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/ મળી કુલ રૂ.ર૦,પ૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:06 pm IST)