સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

જેતલસર જંકશનમાં આરપીએફની બુલેટ રેલીનું સ્‍વાગત

જેતલસર : આરપીએફ ભાવનગરના સીનીયર ડી.એસ.સી રામરાજ મીણાની અધ્‍યક્ષતામાં ૭૫માં આઝાદી અમૃત મહોત્‍સવ અંતર્ગત પヘમિ રેલ્‍વે ભાવનગર ડીવીઝનમાં બુલેટ રેલી આરપીએફ દ્વારા જેતલસર જંકશન પહોંચતા પીએસઆઇ કાનજીભાઇ ડાભીએ સ્‍ટાફ સાથે રેલીનું સ્‍વાગત કર્યું હતું. ભાવનગરથી નિકળેલી રેલી શિહોર, સોનગઢ, લાઠી, ખીજડીયા, લુણીધાર, જેતપુર થઇને જેતલસર પહોંચી હતી. ભાવનગર ડીવીઝનના બધા સ્‍ટેશન પર જઇને રેલી ફરી ભાવનગર પહોંચશે.

(1:51 pm IST)