સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

વિસાવદર પાલિકા સેવાસેતુ કાર્યક્રમમાં ૨૭૮૨ અરજીઓનો નિકાલ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૪: વિસાવદર નગર પાલિકા દ્વારા રાજય સરકારની સુચના મુજબ ગત તા.૨ શનિવારના રોજ સવારે ૯થી સાંજે ૫ સુધી નગર પંચાયત હાઇસ્‍કૂલ-વિસાવદર ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ'નું આયોજન કરાયુંહતું.જેનો નગરજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

આ પ્રસંગે વિસાવદર નગર પાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઇ બાબુભાઇ વાઘેલા,પાલિકાનાં સદસ્‍ય શ્રી નિલેષભાઇ દવે, કમલેશભાઇ રિબડીયા, રમેશભાઇ માંગરોળીયા, માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,લાયન્‍સ કલબ તથા મેડિકલ સાધન સેવા કેન્‍દ્રના પ્રમુખ ચંદ્રકાંતભાઇ ખુહા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ૨૭૮૨ અરજીઓ રજુ થઇ હતી.જે તમામ અરજીઓનો સ્‍થળ પર જ નિકાલ કરાયો હતો.

‘સેવાસેતુ' કાર્યક્રમ પૂર્વે પાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા, ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણે નગરજનોને અપીલ કરી હતી જેને સારો પ્રતિસાદ મળ્‍યો હતો.

આ ‘સેવાસેતુ કાર્યક્રમ'માં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જલ્લા યોજના, બીપીએલ યાદીના દાખલા, કુપનની કામગીરી, શોપ લાયસન્‍સ, ટેક્ષ બ્રાન્‍ચ,બાંધકામની કામગીરી,જન્‍મ મરણના દાખલા, લગ્ન નોંધણી, કુંવરબાઇનુ મામેરૂ, માં અમૃતમ કાર્ડ, મેડિકલ ચેકઅપ, ડાયાબીટીસ બીપી ચેકઅપ,આર.ટી.ઓ.,સમાજ કલ્‍યાણ, સમાજ સુરક્ષા, બેંકને લગતા કામ, મરણોત્તર સહાય વિતરણ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્‍થળ જ અપાયા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૧૮૩૨ નાગરિકોએ ‘સેવાસેતુ'કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી.

‘સેવાસેતુ કાર્યક્રમ'ને સફળ બનાવવા પાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા,ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણ,હેડ કલાર્ક અરૂણકુમાર બી.ભટ્ટ, એકાઉન્‍ટન્‍ટ બી.કે.જોષી, ઈજનેર વિશાલ પાંભર, બાંધકામ સુપરવાઇઝર રણજીતભાઇ દાહીમા, સેની.ઈન્‍સ.રમેશભાઈ ડાંગર,કલાર્ક જયદેવ ભટ્ટ, કોમ્‍પ્‍યુ.ઓપ.રાજેશ કવા,તાહેર વાઘ,સત્‍યજીત દાહીમા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

‘સેવા સેતુ' કાર્યક્રમ અંતર્ગત વિસાવદર નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો શ્રી કિર્તીબેન પરશોતમભાઇ સોજીત્રા, રહીમભાઇ ગફારભાઇ મોદી, વિપુલભાઇ ગીરધરભાઇᅠ રતનપરા, વિજયાબેન ગીરીશભાઇ અભાણી,જસુમતીબેન ભરતભાઇ વ્‍યાસ, રજનીકભાઇ આણંદભાઇ ડોબરીયા, ગીતાબેન મનીષભાઇ રિબડીયા, જીજ્ઞાસાબેન જયેન્‍દ્રભાઇ દાહીમા, ઉષાબેન જયદીપભાઇ દાહીમા, નિલેષભાઇ રમણીકભાઇ દવે, રેખાબેન જસુભાઇ બસીયા, ડીમ્‍પલબેન રાજેશભાઇ રિબડીયા, કિરણબેન લલિતભાઇ રિબડીયા, વર્ષાબેન મનહરભાઇ દાફડા, ઇલ્‍યાસભાઇ ઇસ્‍માઇલભાઇ મોદી, વિમલાબેન રમણીકભાઇ દુધાત, કમલેશભાઇ છગનભાઇ રિબડીયા, શોભનાબેન અશોકભાઇ રૂદ્રાતલા, મંજુલાબેન પ્રવીણભાઇ પંડ્‍યા, રમેશભાઇ વ્રજલાલભાઇ માંગરોળીયા, મનીષભાઇ સમજુભાઇ રિબડીયા, કંચનબેન જયંતિભાઇ ભુવા વિગેરેએ આ કાર્યક્રમને સફળતા માટે સહયોગ આપ્‍યો હતો.

(1:52 pm IST)