તળાજાના બોરડાની રઘુવીર હોટલના સંચાલકે જમવાના રૂપિયા માંગ્યા તો માર પડ્યો
ભાવનગર,તા.૪: તળાજા ના બોરડા ગામ નજીક આવેલ રઘુવીર હોટલ ભાડે રાખી રાજસ્થાની યુવાનો ધાબો ચલાવી જીવન ગુજરાન ચલાવે છે.ગતરાત્રે હોટલ પર જમવા આવેલ બોરડી ગામના બે યુવાનોએ જમી લીધા બાદ હોટલ સંચાલકે રૂપિયા માંગ્યા તો બે યુવાનોને માર મારવામાં આવતા દાઠા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.બનાવ અંગે ફરિયાદી રોશનસિંહ પુનમસિંહ ઉ.વ ૩૬ ,એ નોંધાવેલ ફરિયાદમાં ગત રાત્રીના સમયે બોરડી ગામના દેવેન્દ્રસિંહ અને રાજદીપસિંહ જમવા આવ્યા હતા.જમી લીધાબાદ હોટલના સાથી સંચાલક પ્રતાપસિંહ એ રૂપિયા માગતા શાકમાં મીઠું વધુ હતું એટલે.રૂપિયા દેવાના નથી. તેમ કહી લાફા ઝીંકી દીધેલ.એ ઉપરાંત ફોન કરતા અર્જુનસિંહ અને અન્ય ત્રણ ઈસમો આવી જતા તલવાર અને લાકડી કાઢેલ.ફરિયાદી અને સાહેદ ને માર મારતા દાઠા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. દાઠા પોલીસે બનાવ અંગે ફરિયાદી જોઈએ ઓળખતા હોય તેવા છ ઈસમો વિરુદ્ઘ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.