સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

મારા પગમાં સળીયા છે... પદ્માસન થતુ નથી... જામનગરના શાસ્ત્રીજીના જમીનના પ્લોટ અંગે ન્યાય આપવા કલેકટર સમક્ષ રજૂઆત : કડક પગલા લ્યો

હિરાભાઇ અને કરણાભાઇ માલધારી વિરૂધ્ધ વિગતો આપી : ગાર્ડન ડીલર કલબે ૫૦ થી ૬૦ ધક્કા ખાધા પણ ન્યાય નથી

જામનગરના શાસ્ત્રીજીએ અને અન્ય પ્લોટ હોલ્ડરોએ એડી. કલેકટરને ફરિયાદ અરજી આપી હતી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૫ : જામનગર રણજીતસાગર રોડ પર રહેતા શાસ્ત્રીજી નટરાજભાઇ હરજીવનભાઇ મહેતા અને અન્ય પ્લોટ હોલ્ડરોએ મહિકામાં આવેલ. ન્યુ ગોપાલનગર કો-ઓપ. સોસાયટીના જમીનના લીધેલ પ્લોટ અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

શાસ્ત્રી નટરાજભાઇએ એડી. કલેકટર ને રૂબરૂ મળી પોતાના પગમાં સળીયા હોય, પદ્માસનવાળી શકાતુ નથી. આમ છતાં ઉપરોકત સોસાયટીના અમે અન્ય પ્લોટ હોલ્ડરોએ હીરાભાઇ માલધારી - કરણાભાઇ માલધારીને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં ન્યાય મળ્યો નથી.

રજૂઆતમાં ઉમેર્યું હતું કે, નાગરિક બેંકમાં લોન લઇ હીરાભાઇને પૈસા આપેલ, તેમના બાળકોને ભણાવતો તેની ફી પણ આપી નથી... અમને ૩૦ - ૩૫ પ્લોટ હોલ્ડરોને પડદા પાછળ રાખી અમારી મૂડીએ કરણાભાઇ સામે દાવો દાખલા કરાવેલ, અમે ષડયંત્રના ભોગ બન્યા છીએ. આજ સુધીમાં ૫૦ થી ૬૦ ધક્કા ગાર્ડન ડીનર કલબના ખાધા છે, ૪૦ - ૪૦ વર્ષ જમીન લીધેલના વિતી ગયા છતાં કોઇ ન્યાય મળ્યો નથી. અમે આ અગાઉ ૧-૧૨-૨૦૨૦ના રોજ આજી ડેમ પોલીસ ચોકી ખાતે લેન્ડગ્રેબીંગ અંગેની ફરિયાદ કરેલ હતી, તેની પણ આ જ સુધી કાંઇ કાર્યવાહી થઇ નથી... હવે તમારી સમક્ષ અમારી રજૂઆત છે, કડક પગલા લેવા માંગણી છે.

(2:37 pm IST)