સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

મોરબીની વી.સી. હાઈસ્કૂલના આઠ રૂમોમાં રાખેલ ઈવીએમ મશીન અન્ય ખસેડવા માંગ

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને રજૂઆત કરી

મોરબી : માસ પ્રમોશનને પગલે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળે છે ત્યારે મોરબીની વીસી હાઈસ્કૂલ ખાતે આઠ રૂમો ઈવીએમ મશીન માટે રોકાયેલ હોય જે અન્યત્ર ખસેડવામાં આવે તો આ વર્ગખંડો વિદ્યાર્થીઓને ઉપયોગી બની સકે તેમ છે
  મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચાલુ વર્ષે સ્વનિર્ભર શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીનો વધારો થયો છે તેમજ કોવીડને કારણે માસ પ્રમોશન આપતા સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળે છે ત્યારે મોરબીની વીસી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે અનેક વિદ્યાર્થીઓએ અરજી કરી છે વી સી હાઈસ્કૂલ ખાતે આઠ રૂમો ઈવીએમ મશીન માટે રોકાયેલ છે આ રૂમને ખાલી કરીને અન્ય સ્થળે ખસેડાય અને વધુ વિદ્યાર્થીઓને એડમીશન આપી સકાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.

(6:57 pm IST)